તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરજીનો જવાબ ન મળતા ઉપવાસ:મિલકતના ઝઘડામાં રાધનપુર ભાજપ પ્રમુખનાં માતાનું ઉપવાસ આંદોલન

વારાહીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાધનપુર પ્રાંત કચેરી બહાર પ્રેમિલાબેન ઠક્કરના ઉપવાસ
  • પુત્ર પાસે ભરણપોષણ મેળવવા કરેલી અરજીનો જવાબ ન મળ્યો

રાધનપુર શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ ઠક્કર પર માતા પ્રેમીલાબેન ઠક્કર દ્વારા જ આરોપ મુકવામાં આવ્યો છે કે તેમના પતિના મૃત્યુ બાદ પ્રોપર્ટી તેમના નામે થવા પામી છે. પરંતુ તે મેળવવા માટે તેમના પુત્ર દ્વારા સહીઓ કરાવી કેટલીક પ્રોપર્ટીનું વેચાણ કરી નાખ્યું છે અને કેટલીક દીકરાએ તેમની પુત્રીના નામે કરાવી દીધી છે.

માતાએ પુત્ર પાસે ભરણ પોષણ મેળવવા સિદ્ધપુર પ્રાંત કચેરી ખાતે લેખિતમાં અરજી કરતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા છેવટે વૃદ્ધાએ ન્યાય મેળવવા માટે રાધનપુર પ્રાંત કચેરી બહાર સોમવારથી ભૂખ હડતાલ પર ઉતરવાની ફરજ પડી છે. વૃદ્ધાએ જણાવ્યું કે અમે ઉપવાસ પર બેઠા ત્યારે પોલીસે ઉભા થઈ જાવ નહીંતર ધરપકડ કરવી પડશે તેવી ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...