શોકની લાગણી:રાધનપુર તાલુકાના ગોતરકાના કાશી વિશ્વનાથ મંદિરના પૂજારીનું નિધન

રાધનપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાધનપુર તાલુકાના ગોતરકા સ્થિત બ્રહ્મચારી આશ્રમ ખાતે આવેલ કાશીવિશ્વનાથ મંદિરના મુખ્ય પુજારી ભગવાનભાઇ રાવલનું શનિવારે વહેલી સવારે નિધન થવા પામ્યું હતું. સ્વર્ગીય ભગુભાઇ રાવલ છેલ્લા 3 દાયકાથી બ્રહ્મચારી આશ્રમ અને મંદિરનો કાર્યભાર સંભાળતા હતા. ગ્રામીણ વિસ્તારમાં 'ભગા મારાજ'ના હુલામણા નામે ઓળખાતા ભગુભાઇ' શાસ્ત્રોક્ત કર્મકાંડ, જ્યોતિષ અને એક ઉમદા ભજનીક તરીકે આગવી ઓળખ ધરાવતા હતા. સ્વ.રાવલના નિધન અંગે પ્રતિક્રિયા આપતા આશ્રમના મહંત સ્વામી નિજાનંદજીએ જણાવ્યું હતું કે; અમે એક કર્મઠ અને વફાદાર વ્યક્તિ ગુમાવ્યો છે.

બ્રહ્મચારી આશ્રમને ન પુરી શકાય તેવી ખોટ પડી છે.સ્વર્ગીય આત્માને શિવલોકમાં સ્થાન પ્રાપ્ત થાઓ તેવી પ્રાર્થના અને ભાવના સ્વામીએ વ્યક્ત કરી હતી. શનિવારે બપોરે ત્રણ વાગે ગોતરકા સ્થિત સ્મશાનગૃહમાં તેઓનો અગ્નિસંસ્કાર વિધિ સંપન્ન થયો હતો. તેમના નિધનથી ભક્તોમાં શોકની લાગણી પ્રસરી હતી.

અન્ય સમાચારો પણ છે...