રજુઆત:પ્રેમનગરનુ પંચાયત મકાન બિસ્માર હોવાથી સ્ટાફ ભયમાં, મકાનમાં તિરાડો પડી ગયેલ હોવાથી સ્ટાફને ભય હેઠળ કામ કરવું પડી રહ્યું છે

રાધનપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકાના પ્રેમનગર ગામે 2017ના વર્ષથી પંચાયત ઘર બિસ્માર હાલતમાં છે. જેમાં બેસીને કામ કરી શકાય તેમ નથી. ગામના સરપંચ દ્વારા તાલુકા અને જિલ્લા પંચાયતમાં વારંવાર રજૂઆત કરી હોવા છતાં નવીન પંચાયત ઘર બનાવવા માટે કોઇ કાર્યવાહી કરાઇ નથી.પંચાયતના મકાનમાં તિરાડો પડી ગયેલ હોવાથી સ્ટાફને ભય હેઠળ કામ કરવું પડી રહ્યું છે.સરપંચ શાંતાબેન રામાભાઇ ઠાકોરે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સુરેશભાઈ ઠાકોરને લેખિતમાં કરેલી રજુઆતમાં અવાર-નવાર ઠરાવની નકલો અાપી હોવા છતાં કોઇ પરિણામ ન આવ્યાનુ કહ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...