તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:રાધનપુર, સાંતલપુર, વારાહી અને સમી સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે

રાધનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટણ કલેકટર કચેરીમાં કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર અને પ્રભારી મંત્રી વાસણ આહીરની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક મળી હતી. - Divya Bhaskar
પાટણ કલેકટર કચેરીમાં કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર અને પ્રભારી મંત્રી વાસણ આહીરની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક મળી હતી.
  • પાટણ કલેકટર કચેરી ખાતે પ્રભારી વાસણભાઇ આહિરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી
  • રઘુભાઈ દેસાઈ, કિરીટભાઇ પટેલ અને ચંદનજી ઠાકોરની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી 50-50 લાખ ફાળવાયા

પાટણ ખાતે જિલ્લા કલેકટર કચેરી ખાતે ગુરુવારે પ્રભારી વાસણભાઇ આહિરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી, જેમાં રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈની રજૂઆત અંતર્ગત સાંતલપુર, વારાહી, સમી સીએચસી ખાતે 500 લીટરનો સેન્ટ્રલ પાઇપ લાઈન તેમજ 120 સિલિન્ડરના બેકઅપ સાથે તેમજ રેફરલ હોસ્પિટલ, રાધનપુર ખાતે 1000 લીટરનો સેન્ટ્રલ પાઇપ લાઇન સાથે 250 સિલિન્ડર બેકઅપ સાથેનો રૂ. 2 કરોડનો ઓક્સિજન પ્લાન્ટ મંજૂર કરવામાં આવ્યો હતો. જેમાં રઘુભાઈ દેસાઈ, કિરીટભાઇ પટેલ અને ચંદનજી ઠાકોરે ધારાસભ્ય ગ્રાન્ટમાંથી 50-50 લાખ રૂપિયા ફાળવ્યા હતા. એક મહિનામાં પ્લાન્ટની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. સાથે સાંતલપુર, વારાહી, સમી ખાતે 50 બેડની વ્યવસ્થા અને રેફરલ હોસ્પિટલ, રાધનપુર ખાતે 200 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ બેઠકમાં કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોર, કિરીટભાઇ પટેલ, ચંદનજી ઠાકોર, જીલ્લા પંચાયત પ્રમુખ તેમજ તાલુકા પંચાયતના પ્રમખો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...