સાંતલપુર તાલુકાના મુખ્ય મથક વારાહીમાં એસટી સ્ટેન્ડની બાજુમાં આવેલી જમીનમાં ચાર દુકાનો બનાવવામાં આવી છે,જેમાં એક દુકાનમા મેડિકલ સ્ટોર્સ અને બાકીની ત્રણ દુકાનોમાં દવાખાનું ચાલે છે પરંતુ સરપંચ રસીદાબેન અલેફખાન મલેક દ્વારા નાયબ કલેક્ટરમાં અપીલ કરીને પ્રોપર્ટી કાર્ડ સાથે ચેડાં કરીને મલેક મહંમદખાન અલીખાનનું નામ સક્ષમ અધિકારીના હુકમ વગર દાખલ કરાવેલ હોઈ રદ કરવા અને આ મિલ્કત લગતની આનુસંગિક નોંધો નં.557,558 અને 674 ગેરકાયદેસરની હોવાથી રદબાતલ કરવા અપીલ કરવામાં આવી હતી જે ચાલી જતા પ્રાત અધિકારી દ્વારા ગેરકાયદેસર નોંધો રદ કરવા હુકમ કર્યો હતો.
વિવાદીત જગ્યા વારાહી ગ્રામ પંચાયતના કબ્જા ભોગવટાની અને નવા બોરિંગ તરીકે ઓળખાતી સાર્વજનિક જગ્યા છે.મહંમદખાન અલીખાન મલેક ગુજરી જતાં વારસાઈ તરીકે મલેક હલુબાઇ મહંમદખાનનું નામ દાખલ થયેલની નોંધ છે.ત્યારબાદ હિસ્સા માપણીની નોંધ દ્વારા બે હિસ્સા પાડવામાં આવેલ છે. જેમાં ધારણકર્તા તરીકે મલેક મોહસીનખાન મુરીદખાનનું નામ દાખલ થયેલ છે.આ ધારણકર્તા અને તેમની વારસાઈ નોંધ,વેચાણ અંગેની નોંધ તથા હિસ્સા માપણીની નોંધ રદ કરવા વારાહીના સરપંચ મલેક રસીદાબેન અલેફખાન દ્વારા નાયબ કલેક્ટરમા અપીલ કરી હતી.
સામા પક્ષે આ મિલકતના કબ્જેદાર મલેક મહંમદખાન અલીખાન હતાં.મલેક અલુબેન મહંમદખાને 2005 માં પરવાનગી થકી કાયદેસરનું બાંધકામ કરેલ છે.વારાહી ગ્રામ પંચાયત તરફથી મલેક હલુબેન મહંમદખાનને માલિકી હકકનો દાખલો પણ આપ્યો હતો. જેથી હાલના સરપંચે રાજકીય દ્વેષભાવથી અપીલ કરી હોવાની દલીલ કરી હતી. બંને પક્ષની રજૂઆતો બાદ રાધનપુર નાયબ કલેક્ટર દ્વારા વિવાદીની અરજી મંજુર કરીને મિલ્કતના પ્રોપર્ટી કાર્ડમાં મલેક મહંમદખાન અલીખાનનું નામ સક્ષમ અધિકારીના હુકમ વગર દાખલ કરવામાં આવેલ હોઈ દૂર કરવા તથા સદર મિલ્કત લગતની અનુંસંગિક ત્રણેય નોધો ગેરકાયદેસરની હોઈ રદબાતલ કરવા હુકમ કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.