ટ્રાફિક જામ:રાધનપુર માર્કેટયાર્ડ પાસે એક કલાક ટ્રાફિજામ, વિવિધ પાકોના વેચાણ માટે ખેડૂતોનો ધસારો

રાધનપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાધનપુરમાં શનિ, રવિ અને સોમવારની ત્રણ રજાઓ બાદ મંગળવારે માર્કેટયાર્ડમાં વિવિધ પાકોના વેચાણ માટે ખેડૂતોનો ધસારો થતાં માર્કેટયાર્ડની બહાર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ફોરલાઇન હાઇવેના પુલ ઉપરથી માર્કેટયાર્ડના ગેટ સામેથી જ બહારથી આવતાં વાહનો શહેરમાં પ્રવેશે છે,અને ખેડૂતોનો ધસારો રહેતા વાહનો આમને સામન આવતા માર્કેટયાર્ડની બહાર હાઇવે ઉપર એક કલાક સુધી ટ્રાફિક જામ થતાં ખેડૂતો અને બહારથી આવતાં વાહનચાલકો અટવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...