બેઠક:રાધનપુરના પટણી દરવાજાથી હાઇવે સુધી બિસમાર માર્ગ રિપેરિંગ કરવા માટે સૂચના

રાધનપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા ધારાસભ્યે પાલિકાના ચીફ ઓફિસર સાથે બેઠક કરી

રાધનપુરના નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય લવિંગજી સોલંકી નગરપાલિકાના ચીફ ઓફિસર વૈશાલીબેન નિનામા સાથે સરકારી રેસ્ટ હાઉસ ખાતે બેઠક કરીને શહેરના પટણી દરવાજાથી હાઇવે સુધીના મુખ્ય માર્ગ સિવાયના જે રસ્તાઓ તૂટીને બિસમાર બન્યા છે.

એને તાત્કાલિક રિપેરિંગ કરવા સૂચના આપી હતી.આ ઉપરાંત જે જે વિસ્તારોમાં પીવાનું પાણી ચાર-પાંચ દિવસે આવે છે એ વિસ્તારોમાં સમયસર પાણી મળતું થાય તેમજ નગરપાલિકા કચેરીમાં સ્ટાફની હાજરી અને કામગીરી બાબતે ચર્ચા કરી હતી.આ પ્રસંગે પાલિકાના ભાજપના કોર્પોરેટર પ્રકાશભાઈ દક્ષિણી તેમજ ભાજપના અન્ય કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...