પાણીની પીડા:રાધનપુરના લોટિયા, ઠિકરીયાના ગ્રામજનો નર્મદા નહેરથી વંચિત, ખારૂ પાણી પીવા મજબૂર

રાધનપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 વર્ષથી અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાંખી પણ બિનઉપયોગી
  • સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવા છતાંય તંત્રના પેટનું પાણી હલતુ નથી

રાધનપુર તાલુકાના લોટિયા અને ઠિકરીયા બંને છેવાડાના ગામ છે. લોટિયા ગામ અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે. ગામના પૂર્વ સરપંચ વાલીબેન વસ્તાજી ઠાકોરના જણાવ્યા મુજબ ગામમાં ખારું પાણી પીને લોકો અનેક રોગોના શિકાર બને છે. વારંવાર રજૂઆતો કરવા છતાંય કોઈ સાંભળતું નથી. લોટિયા અને ઠિકરીયા બંને ગામ નર્મદા યોજનાની નહેરથી વર્ષોથી વંચિત છે. નર્મદા વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાંખવામાં આવેલી છે. પરંતુ છેલ્લા છ વર્ષથી પાઈપલાઈન જમીનમાં દટાયેલી પડી છે. આજદિન સુધી તેમાં પાણી છોડવામાં આવ્યું નથી.

આ અંડરગ્રાઉન્ડ પાઈપલાઈનમાં પાણી છોડીને બંને ગામના તળાવ અને આડબંધ છે, એ નર્મદાના પાણીથી ભરવામાં આવે તો બંને ગામોમાં ખેતી અને પશુપાલનને ઉપયોગી બની શકે તેમ છે.આ ઉપરાંત લોટિયા ગામમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાવાના કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે, દૂધ ડેરી અને શિવજી મંદિર આગળ ગંદકી જોવા મળે છે, આ ઉપરાંત ગામમાં જવાના મેઈન માર્ગ ઉપર પણ કાદવ-કીચડના લીધે લોકોને તેમજ બાળકોને ભણવા જવા-આવવાની તકલીફ પડે છે. ગામ જાણે કે નધણીયાતું હોય એવું લાગી રહ્યું હોવાનું પૂર્વ સરપંચે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...