માગ:ગોચનાદમાં રાધનપુર-સમી સ્ટેટ હાઇવે ઉપર ગંદકીનું સામ્રાજ્ય

રાધનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગોચનાદ ગામમાં રાધનપુર-સમી સ્ટેટ હાઇવે ઉપર છેલ્લા કેટલાક સમયથી રોડની બંને બાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ગ્રામજનો દ્વારા છાણ અને કચરાના ઢગલા કરતાં હોઈ સ્ટેટ હાઇવે સાંકડો બની રહ્યો છે,જેના કારણે સ્ટેટ હાઇવે ઉપર અવર-જવર કરતાં વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

કચરાના ઢગલાના કારણે ઢોર આવતાં હોવાથી ક્યારેક અકસ્માત થવાનો ભય રહે છે. ગામના સરપંચ દ્વારા સ્ટેટ હાઇવે ઉપર કચરો નાખતા લોકો ઉપર પગલાં ભરવા જોઈએ એવી માંગ ઉઠી રહી છે. જો સરપંચ દ્વારા પગલાં ભરવામાં ના આવે તો લાગતા-વળગતા વિભાગે પગલાં ભરવા જોઈએ એવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...