તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:સમીના વરાણામાં ખોડિયાર માતાનો મેળો બંધ રખાતાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

રાધનપુર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 15 દિવસીય મેળો બંધ રહેવા સાથે મંદિરનાં દ્વાર પણ બંધ રહેશે
 • મેળો બંધ રખાયા બાદ પણ લોકોની ભીડ ટાળવા પોલીસ તૈનાત કરાઈ

યાત્રાધામ વરાણામાં 12 ફેબ્રુઆરીથી શરૂ થતો મેળો કોરોનાના કારણે બંધ રાખવામાં આવ્યો છે. જો કે મંદિર ટ્રસ્ટ દ્વારા પણ મંદિરના દ્વાર બંધ રાખવાની જાહેરાત કરાતાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.વરાણામાં માઁ ખોડિયારના ધામમાં તા.12 ફેબ્રુઆરીથી શરુ થતો પંદર દિવસીય લોકમેળો કોરોના મહામારીના કારણે બંધ રાખવામાં આવ્યો છે. સરકારી ગાઈડલાઇનનું ચુસ્તતાથી પાલન થાય એ માટે હાઇવે ઉપરથી વરાણા ધામમાં જવાના પ્રવેશદ્વાર ઉપર પોલીસતંત્ર દ્વારા બેરીકેડ્સ મૂકીને આડશ કરવામાં આવી છે અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. મુખ્ય રોડ પર પણ બેરિકેટ ગોઠવી પોલીસ પોઈન્ટ ઉભા કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો