બાગાયતી ખેતી:કામલપુરની ઈઝરાયેલી ખારેક મલેશિયા અને બાંગ્લાદેશમાં નિકાસ

રાધનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઈઝરાયેલી ખારેકના એક છોડ પર 200થી 250 કિલો ખારેક ઊતરે છે. - Divya Bhaskar
ઈઝરાયેલી ખારેકના એક છોડ પર 200થી 250 કિલો ખારેક ઊતરે છે.
  • ​​​​​​​ખારેકના એક છોડ ઉપરથી 200થી 250 કિલો ખારેકનુ ઉત્પાદન મેળવે છે

ભાસ્કર ન્યૂઝ, રાધનપુર તાલુકાના કામલપુરની ઈઝરાયેલી ખારેક(બરહી )ગુજરાતમાં જ નહિ પણ વિદેશમાં પણ વખણાય છે. કામલપુરની ઈઝરાયેલી ખારેક ગુજરાતના અનેક શહેરો ઉપરાંત મુંબઈ-દિલ્હી તેમજ મલેશિયા અને બાંગ્લાદેશ સુધી એક્સપોર્ટ થાય છે. આજે ખારેકના એક ઝાડ ઉપરથી 200થી 250 કિલો ખારેકનુ ઉત્પાદન થાય છે. કામલપુરના પ્રગતિશીલ અને શિક્ષિત ખેડૂત પિયુષભાઇ ચૌધરીએ 2013માં કચ્છના મુન્દ્રાથી ઈઝરાયેલી ખારેકના 644 રોપા લાવીને ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડ્યા હતાં,ત્યારબાદ 2015માં બીજા 385 રોપા વાવ્યા હતા. ત્રીજા વર્ષથી એટલે કે 2016થી ખારેકનુ ઉત્પાદન મળવા માંડ્યું હતું. પ્રથમ વર્ષે 30 ટન, બીજા વર્ષે 80 ટન અને હાલમાં એક છોડ ઉપરથી 200થી 250 કિલો ખારેક ઉતરે છે. પ્રગતિશીલ ખેડૂત પિયુષભાઇ ચૌધરીએ ખારેકના માંદા( સ્ત્રી ) છોડ ઉપર ખારેકનો પાક થાય છે,જેથી દરવર્ષે પુરુષ છોડનો પાવડર લઈને માંદા છોડ ઉપર છંટકાવ કરવો પડે છે,જેને પોલિનેશન કહેવામાં આવે છે. ખારેકના પાકની વચ્ચે રજકો,બટાકા અને અજમો જેવા પાક પણ લઇ ચુક્યા છે,પરંતુ તેઓ ખાસ કરીને ઢોર માટે ઘાસચારો વધુ ઉગાડે છે. સો જેટલાં લોકોને રોજગારી પણ મળી રહી છે. ઈઝરાયેલી ખારેક ઇરાક-ઈરાનની જાત છે,પરંતુ ઈઝરાયેલી વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કરીને તૈયાર કરાઈ હોવાથી ઈઝરાયેલી ખારેક કહેવાય છે. ઈઝરાયેલી ખારેકની ખેતી માટે સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે. એક રોપાદીઠ 1250 અને મજૂરીના ₹ 200 સબસીડી પેટે આપવામાં આવે છે.સરકારના બાગાયત વિભાગનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...