કામગીરી:રાધનપુરના પેદાશપુરા-અબીયાણા પુલની  અધૂરી કામગીરી શરુ કરાઈ

રાધનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુલના બંને છેડે જમીન સંપાદનના કારણે 5 વર્ષથી કામ બંધ હતું

રાધનપુર તાલુકાના પેદાશપુરા-અબીયાણા ગામોને જોડતા બનાસ નદીનું કામ છેલ્લા 5 વર્ષથી પુલના બંને છેડે જમીન સંપાદનના કારણે બંધ હતું. ધારાસભ્ય લવિંગજી સોલંકીની રજૂઆતના પગલે પુલનું અધૂરું કામ છેવટે શરુ કરવામાં આવ્યું છે.

બનાસ નદીમાં પાણી આવતાં રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકાના સાત ગામોનો સંપર્ક રાધનપુરથી તૂટી જતાં સાત ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. સાત ગામોના લોકોના રજૂઆતના પગલે સરકાર દ્વારા રૂ.16 કરોડના ખર્ચે પુલ મંજૂર કરીને કામ પણ શરુ કરવામાં આવ્યું હતું. પરંતુ પુલના બંને છેડે ખેડૂતોની જમીન સંપાદન મામલો ઘોંચમાં પડતાં પુલનું કામ છેલ્લા 5 વર્ષથી બંધ હતું. જે ધારાસભ્ય લવિંગજી સોલંકીના પ્રયાસોથી ફરીથી શરુ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...