વિવાદ:પવનચક્કીના પેટા કોન્ટ્રાક્ટમાં છ માસનું એગ્રિમેન્ટ કરી ત્રણ જ મહિનામાં છુટા કર્યા

રાધનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાડાના રૂ.75000 ના આપી ઠગાઈ કર્યાની રાધનપુર પોલીસ મથકે રાવ

સમી તાલુકાના ભદ્રાડા ગામના યુવાને 14 જેટલી બોલેરો કાર પવન ચક્કીઓના પેટા કોન્ટ્રાક્ટમાં છ મહિનાનું એગ્રિમેન્ટ કરી મૂકી પણ ત્રણ મહિનામાં છુટા કર્યા ભાડાની રકમ રૂ.75000 ના આપી છેતરપિંડી કરી હોવાની રાધનપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. સમી તાલુકાના ભદ્રાડા ગામના હિતેશ પરેશભાઈ વ્યાસએ તેમના મિત્ર સર્કલ દ્વારા તાજેતરમાં તારીખ 1 જાન્યુઆરી 2022ના રોજ 14 ગાડીઓ પવનચક્કીના કોન્ટ્રાક્ટમાં અધિકારીઓને લાવવા લઈ જવા માટે છ મહિનાના કરાર આધારિત ટેન્ડર માં મૂકી હતી.

તે કંપનીએ આઈ આલ્ફા મોબિલિટી સોલ્યુસન પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર અને સીઈઓ નરસિંહન આનંદ અને સિમેન્સ ગમેશા રીન્યુએબલ પાવર પ્રા.લી.ના અધિકૃત અધિકારીએ ત્રણ મહિનામાં જ તેઓની ગાડીઓને છૂટી કરી હતી આના પગલે હિતેશભાઈ ને મોટું નુક્સાન વેચવાનો વારો આવ્યો હતો. તેમ જ ત્રણ મહિના સુધી ગાડીઓનું પેમેન્ટ પણ ચૂકવ્યું ન હતું હજુ સુધી રૂ. 75,000 જેટલી રકમ આ કંપનીઓ પાસેથી લેવાની નીકળે છે આ કંપની દ્વારા લોકોને ખોટા સપના દેખાડી છેતરપિંડી હાજરી હોવાની રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.તેની તપાસ પીએસઆઈ એચ.વી.ચૌધરી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...