ફરિયાદ:રાધનપુરના સુબાપુરામાં પતિએ ગાડી લાવવા 5 લાખ માંગી પત્નીને કાઢી મૂકી

રાધનપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાધનપુર પોલીસ મથકે પતિ સહિત 5 શખ્સો સામે ફરિયાદ

રાધનપુર તાલુકાના સુબાપુરા ગામે પતિએ તારા પિયરમાંથી 5 લાખ રૂપિયા લઈને આવ, મારે ગાડી લાવવી છે તેમ કહીં માર મારી પત્નિને કાઢી મૂકતા મહિલાએએ પતિ, ચડામણી કરતાં બે કૌટુંબિક જેઠ, નણંદ અને નણદોઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

રાધનપુર તાલુકાના મઘાપુરા ગામની યુવતી કિરણબેન ભીખાભાઇ ચૌધરીના લગ્ન સુબાપુરા ગામના દેવાભાઇ ઉર્ફે દેવરાજભાઇ વિરમભાઇ ચૌધરી સાથે 8 વર્ષ પહેલાં થયા હતાં. તેને 4 વર્ષનો દીકરો પણ છે, પરંતુ એક વર્ષથી પતિ દેવાભાઈએ દારૂ પી મારઝૂડ પણ શરૂ કરી હતી.

જેઠ જયંતીભાઈ જેઠાભાઇ ચૌધરી, શંકરભાઇ જેઠાભાઇ ચૌધરી, નણદોઈ કાંતિભાઈ દેવાભાઇ ચૌધરી અને નણંદ ડઈબેનને રૂબરૂ મળી પતિને સમજાવવાનું કહેતાં તેઓએ તું તો માર ખાવાને લાયક જ છે અને તું લગ્નમાં તારા બાપના ઘરેથી શું લાવી.. કહીં હડધૂત કરી હતી. કૌટુંબિક જેઠ, નણંદ અને નણદોઈ ઘરે આવીને તારી પત્નિ પિયરથી કઈ લાવી નથી, ભીખારવા ઘરની છે. જેને રાખવા જેવી નથી તેવી ચડામણી કરી હતી.

પતિએ આ છોકરો મારો નથી તેમ કહીને ત્રાસ આપ્યો હતો. ગત તા.15 મેના રોજ પતિએ તારા પિયરમાંથી રૂ.5 લાખ લઈને આવ,મારે ગાડી લાવવી છે તેમ કહી પાંચેય જણાએ ભેગા મળીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા તેણી દીકરાને લઈને પિયર મઘાપુરા આવી હતી. દરમ્યાન રાધનપુર ખાતે યોજાયેલ સમુહલગ્નમાં આવેલ પતિએ જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આખરે શુક્રવારે પતિ દેવાભાઇ સહિત 5 સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...