અકસ્માત:રાધનપુરમાં અચાનક બ્રેક મારતાં બાઈક સ્લીપ ખાતાં પાછળ બેસેલા પત્નીનું મોત

રાધનપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રસ્તા વચ્ચે કાચબો આવતાં ચાલકે બ્રેક મારતાં બાઈક સ્લીપ ખાઈ ગયું

રાધનપુર-મહેસાણા હાઇવે ઉપર મોડર્ન સ્કૂલ પાસે હાઈવે પર એક કાચબો રસ્તા વચ્ચે આવતાં ચાલકે અચાનક બ્રેક મારતાં બાઈક સ્લીપ ખાઈ જતાં પાછળ બેસ પત્નીને ગંભીર ઈજા પહોંચતાં સારવાર દરમિયાન મોત થયું હતું.મૂળ લોટીયા ગામના વતની અને રાધનપુરમાં હરિઓમ સોસાયટીમાં રહેતાં ગણપતભાઈ ભગવાનભાઈ પ્રજાપતિ તા.13 જુલાઈએ બપોરે સાડા ત્રણ વાગ્યાના સુમારે બાઈક (GJ 24 AH 6587) ઉપર પત્ની નયનાબેન સાથે શબ્દલપુરા ગામે મોમાઈ માતાજીના દર્શન કરવા માટે જઇ રહ્યા હતાં.

રાધનપુર-મહેસાણા હાઇવે ઉપર મોડર્ન સ્કૂલ પાસેથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે રસ્તામાં એક કાચબો વચ્ચે આવી જતાં ગણપતભાઈએ અચાનક બ્રેક મારતાં સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ ખાઈ ગયું હતું અને પાછળ બેઠેલા તેમના પત્ની રોડ પર પટકાયા હતાં. નયનાબેન ના માથામાં અને બંને કાનમાંથી લોહી વહેતુ હતું.

જેથી ગણપતભાઈએ ગોચનાદ તરફથી આવતી એક રીક્ષામાં સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ લઇ ગયા હતાં. પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં નયનાબેનને આઈસીયુમાં સારવાર ચાલતી હતી અને તા.24 જુલાઈના રોજ 11.45 વાગે તેમનું મૃત્યુ થવા પામ્યું હતું.ગણપતભાઈએ બુધવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...