તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:રાધનપુરમાં લાલબાગ કન્ટેનમેન્ટ ઝોનના લોકોએ આડશો હટાવી આવજા શરૂ કરી

રાધનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાલબાગ અને શેરબાગમાં 7 કેસ આવતા એસપીએ મુલાકાત લીધી

રાધનપુરમાં કોરોનાનું સંક્રમણ વધતાં સ્વૈચ્છિક લોકડાઉન અને રાત્રિ કર્ફ્યુ અમલમાં છે ત્યારે લાલબાગ વિસ્તારમાં કોરોનાના કેસો આવતાં 250 થી વધુ રહેણાંકો ધરાવતા આખાયે વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે. જિલ્લાના એસપી અક્ષયરાજ મકવાણાએ સોમવારે મોડી સાંજે લાલબાગ વિસ્તારની મુલાકાત લઈને જાતમાહિતી મેળવી હતી.

લાલબાગ અને શેરબાગ વિસ્તારમાં પોઝિટિવ કેસો આવતાં પતરાથી વિસ્તારને બંધ કરવામાં આવ્યો હતો,પરંતુ રહીશો દ્વારા જાતે જ આડશો હટાવીને અવર-જવર ચાલુ કરી દીધી હતી. મોડી સાંજે એસપીની મુલાકાત બાદ લાલબાગમાં આવવા-જવાના રસ્તાઓ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો,અને અવર-જવર કરતાં લોકોને પૂછપરછ કર્યા બાદ જ આ વિસ્તારમાં જવા-આવવા દેવાયા હતા.

તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.કેતનભાઈ ઠક્કરના જણાવ્યા મુજબ લાલબાગ વિસ્તારમાં સાતેક જેટલા કેસ આવ્યા છે. જ્યારે તાલુકામાં કુલ 339 કેસ નોંધાયા છે. હાલમાં 60 કેસ એક્ટિવ છે.

અન્ય સમાચારો પણ છે...