બિસ્માર હાલત:રાધનપુરમાં રૂ. 2 કરોડના ખર્ચે નિર્મિત કોમ્યુનિટી હોલ બન્યો દારૂડિયાનો અડ્ડો

રાધનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાધનપુરમાં બે કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ કોમ્યુનિટી હોલની બારીના કાચ તોડી નાખ્યા, દારૂની મહેફિલો જામે છે. - Divya Bhaskar
રાધનપુરમાં બે કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ કોમ્યુનિટી હોલની બારીના કાચ તોડી નાખ્યા, દારૂની મહેફિલો જામે છે.
  • હોલમાં દારૂની મહેફિલો જામે છે, કોઈએ કાચની બારીઓ કોઈએ તોડી નાંખી
  • હોલની હાલત જોતાં આજદિન સુધી કોઈ જવાબદાર અધિકારીએ મુલાકાત જ લીધી નથી

રાધનપુર શહેરમાં મહેસાણા રોડ ઉપર ભૂકંપની ગ્રાન્ટમાંથી બે કરોડ રૂપિયાના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોમ્યુનિટી હોલ તૈયાર કરીને છ મહિના પહેલા રેવન્યૂ વિભાગને સોંપી દેવામાં આવ્યો છે. તેમ છતાં આજે હોલ બિસ્માર હાલતમાં પડ્યો છે. કોઈ જ જાતની દેખરેખ રાખવામાં ના આવતી હોવાથી કોઈએ બારીના કાચ પણ તોડી નાખ્યા છે. અને આ હોલના ઓઠા તળે દારૂની મહેફિલો જામતી હોવાનું જાણવા મળ્યું છે.

બારીના કાચ તોડી નાખ્યા.
બારીના કાચ તોડી નાખ્યા.

ભૂકંપ સમયે સરકાર દ્વારા કોમ્યુનિટી હોલ બનાવવા માટે બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેમાંથી માર્ગ અને મકાન (સ્ટેટ) દ્વારા શાનદાર કોમ્યુનિટી હોલ તૈયાર પણ કરાયો છે. અને છ મહિના પહેલા રેવન્યૂ વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો. જોકે હોલની હાલત જોતા આજદિન સુધીમાં કોઈ જવાબદાર અધિકારીએ આ હોલની મુલાકાત લીધી નથી. કોઈએ બારીના કાચ તોડી નાખ્યા છે. તો પાછળની સાઇડે બ્લોક ઉખડી ગયા છે. હોલમાં ના તો પાણીના કે લાઈટના કનેક્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. પાછળના દરવાજે કોઈએ દારૂની મહેફિલો માણીને ખાલી ગ્લાસ, મગફળીના ફોતરાં અને દારૂના રેલા જણાઈ આવે છે.

સરકારી ગ્રાન્ટની આવી દુર્દશા ક્યાયં જોવા મળે તેમ નથી. જવાબદાર અધિકારીઓએ રૂબરૂ મુલાકાત લઈને તાત્કાલિક હોલની દેખરેખ માટે વોચમેન મુકવો જોઈએ અને જે હેતુ માટે હોલ તૈયાર કરાયો છે. જો તાત્કાલિક એક્શન નહિ લેવાય તો સરકારના બે કરોડ રૂપિયા હોલની બાજુમાં જ આવેલા પાણીના ખાબોચિયામાં ગરકાવ થઇ જશે તેવી ભીતિ છે.

અન્ય સમાચારો પણ છે...