તંત્ર મસ્ત મુસાફર ત્રસ્ત:રાધનપુરમાં ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવા મુસાફરો મજબુર બન્યાં

રાધનપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાધનપુર શહેરમાં હાઇવે ચાર રસ્તા એટલે ખાનગી વાહનોનો અડ્ડો જેવી હાલત સર્જાઈ છે. હાઇવે ચાર રસ્તાથી ખાનગી વાહનો ખીચોખીચ મુસાફરો ભરીને દોડે છે. ગરમીમાં મુસાફરોને ઢોરની જેમ ભરવામાં આવે છે.જયારે અકસ્માત સર્જાય ત્યારે નિર્દોષ મુસાફરોને ભોગવવાનું આવે છે.

હાઇવે ચાર રસ્તા પાસે કોઈ એસટી બસ મુસાફરને ઉતારવા કે ચડાવવા ઉભી રહે તો મેમો આપવામાં આવે છે પરંતુ ખાનગી વાહનો મુસાફરો ભરવાની લ્હાયમાં ટ્રાફિક જામ કરે તો કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.પોલીસ અધિક્ષક દ્વારા કાર્યવાહી થાય એવુ જનતા ઈચ્છી રહી છે.

અન્ય સમાચારો પણ છે...