તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણુંક:રાધનપુરમાં કોઈએ દાવો ન કરતાં શહેર કોંગ્રેસ પ્રમુખને રિપીટ કરાયા

રાધનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા કોંગ્રેસ પ્રમુખ માટે આઠ લોકોએ પોતાનો દાવો રજૂ કર્યો
  • રાધનપુર તાલુકા પ્રમુખ માટે પૂર્વ પ્રમુખ સહિતે પોતપોતાના દાવા રજૂ કર્યા

રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખ માટે નવી નિમણુંક કરવાની હોવાથી નિરીક્ષકો દ્વારા શનિવારે અગ્રણીઓ અને કાર્યકારોના સેન્સ લેવામાં આવ્યા હતા. જેમાં તાલુકા કૉંગેસ પ્રમુખપદ માટે જેમાં પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમીરજી ઠાકોર, રમેશભાઈ ગોવિંદભાઇ ચૌધરી, મફાભાઇ ચૌધરી, મોમજીભાઈ ઠાકોર, દશરથભાઈ ઠાકોર, કરશનભાઇ ઠાકોર, લક્ષ્મણભાઈ આહીર, આનંદગીરી ગોસ્વામી સહિતે પ્રમુખપદ માટે દાવો રજુ કર્યો હતો.પોતાનો દાવો રજુ કર્યો હતો, જયારે શહેર કોંગ્રેસ પ્રમુખ માટે એક પણ દાવો રજુ થયો નહોતો અને હાલના શહેર પ્રમુખ કાનજીભાઈ ડી.પરમારને ચાલુ રાખવા શહેરના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...