રાધનપુર માર્કેટયાર્ડમાં દોઢ કરોડ રૂપિયાના ખર્ચે શેડ બનાવવામાં આવી રહ્યો છે. માર્કેટયાર્ડમાં હરાજી સમયે ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે. જેથી ખેડૂતો અને વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત વરસાદની સિઝનમાં વેપારીઓનો માલ બગડી જાય છે. એ ના બગડે એ માટે શેડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત માર્કેટયાર્ડ દ્વારા તમામ ખેડૂતો અને તેમના વારસદારો માટે બે લાખ રૂપિયાનું વીમા કવચ લેવામાં આવ્યું છે. જેથી હવે ખેડૂતોના વારસદારનું મૃત્યુ થાય તો પણ વિમાની રકમ મળશે.
માર્કેટ યાર્ડના ચેરમેન ડો.કનુભાઈ પટેલના જણાવ્યા નર્મદાના પાણી આવતાં હવે ખેડૂતો ત્રણ-ત્રણ પાક લેતાં થયા છે. જેના કારણે માર્કેટયાર્ડમાં હરાજી વખતે ટ્રાફિકની સમસ્યા ના થાય એ માટે શેડ બનાવવામાં આવી રહ્યો છે. માર્કેટયાર્ડના વેપારીઓ પાસેથી લેવાથી શેષમાં ઘટાડો કરવામાં આવ્યો. માર્કેટયાર્ડમાં આવતા ખેડૂતો માટે માર્કેટયાર્ડ ખાતે આરામ હોલ બનાવવામાં આવ્યોછે. માલ વેચવા આવતા ખેડૂતોને તકલીફ ન પડે તેના માટે પીવાના પાણીની અને આરામ કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.