તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:રાધનપુરમાં મકાનને તાળુ જોઈ મેડા ઉપર ચઢેલા ચોરે માલિક પાસે તિજોરીની ચાવી માંગી છરીના ઘા માર્યા

રાધનપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
મકાન માલિક પર છરી વડે હુમલો થતાં ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે મહેસાણા ખસેડાયા હતા. - Divya Bhaskar
મકાન માલિક પર છરી વડે હુમલો થતાં ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે મહેસાણા ખસેડાયા હતા.
 • વહેલી સવારે યુવાન નમાઝ પઢી રહ્યો હતો ત્યારે એક બુકાનીધારીએ હુમલો કર્યો
 • મકાન માલિકના હાથનું કડું લૂંટી ચોર ફરાર, યુવાનને કિડનીના ભાગે ઈજા થતાં દવાખાને ખસેડાયો

રાધનપુરમાં ગુરૂવારે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના સુમારે અંજુમન હાઈસ્કૂલ પાસે આવેલા રાજપૂત વાસમાં અંદરથી તાળું મારેલા મકાનમાં સાઈડમાંથી મેડા ઉપર ચઢેલા તસ્કરને જોઈને મકાન માલિક જાગી ગયા હતા. ચોરોએ છરીની અણીએ તિજોરીની ચાવી માંગી ઝપઝાપી કરી મકાન માલિકને છરીના ઘા મારી ઈજાઓ પહોંચાડી હતી. મકાન માલિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે મહેસાણા ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. રાધનપુરના રાજપૂત વાસમાં રહેતાં અને કુરિયર સર્વિસની કામગીરી કરતા 48 વર્ષીય મહંમદ યાસીનખાન જીવણખાન ખોખરના મકાનને ટારગેટ બનાવી તસ્કરો ત્રાટક્યા હતા અને તિજોરીની ચાવી માંગી છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો કરી તસ્કરો ભાગી ગયા બાદ મહંમદખાન સવારે આઠ વાગ્યાંના સુમારે ગંભીર ઘાયલ અવસ્થામાં સીડી દ્વારા નીચે આવીને ફસડાઈ પડ્યા હતા. જેમને રાધનપુર સિવિલમાં પ્રાથમિક સારવાર અપ્યા બાદ વધુ સારવાર અર્થે મહેસાણા ખાનગી દવાખાને ખસેડાયા હતા.

રાધનપુરના રાજપૂત વાસમાં તસ્કરોએ આ મકાનને ટારગેટ બનાવ્યું હતું. મકાન માલિકને છરીના ઘા મારતાં દિવાલ પર લોહીના ડાઘ દેખાય છે.
રાધનપુરના રાજપૂત વાસમાં તસ્કરોએ આ મકાનને ટારગેટ બનાવ્યું હતું. મકાન માલિકને છરીના ઘા મારતાં દિવાલ પર લોહીના ડાઘ દેખાય છે.

આ અંગે પોલીસને જાણ કરાતાં એફએસ.એલ., ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ અને ડોગ સ્કવોડ બોલાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે પોલીસ ડોગ મકાનની સામે વાળી ગલીમાં થઈને અખીદોશીની પોળમાં થઇ રોડ સુધી પહોંચીને અટકી ગયો હતો. પોલીસે આ અંગે લૂંટનો ગુનો નોંધ્યો છે.

મહંદમદખાનને કિડની પર ગંભીર ઈજાઓ
ઘાયલ યાસીનખાનના ભાઈ અમાનુલખાનના જણાવ્યા મુજબ તેમના ભાઈને છરીના ઘા મારતાં કિડની ઉપર ગંભીર ઈજાઓ થતાં એક કિડની કાઢી નાખવામાં આવી છે અને હાલમાં સ્થિતિ ગંભીર છે.

રાધનપુર પોલીસે લૂંટનો ગુનો નોંધ્યો
રાધનપુરમાં બનેલી ચકચારી ઘટનામાં પોલીસે લૂંટનો ગુનો નોંધ્યો છે. યુવાન નમાઝ પઢી રહ્યો હતો ત્યારે ચોરી કરવાના ઈરાદે આવેલા બુકાનીધારી શખ્સે છરી વડે હુમલો કરી તેના હાથમાં રહેલું કિંમત રૂપિયા પાંચ હજારનું ચાંદીનું કડુ લૂંટી ફરાર થઈ ગયો હતો. પોલીસે લૂંટ સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વહેલી સવારે બનેલી ઘટનાથી રાધનપુર પોલીસ દોડતી થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો