ચોરી:રાધનપુરમાં બાઈક પરથી રૂ.4.15 લાખ ભરેલા થેલાની ચીલઝડપ

રાધનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઈક ચાલક હેલ્મેટ શોધવા જતાં ચોરી
  • થેલો ચોરી જતો ટાબરીયો સીસીટીવીમાં કેદ

રાધનપુરમાં બાઈક ચાલક હેલ્મેટ શોધવા છતાં સગીર રૂ. 4.15 ભરેલો થેલો લઈ ફરાર થઈ ગયો હતો. રાધનપુર તાલુકાના પ્રેમનગરના શ્રવણભાઇ ઠાકોર મંગળવારે સાંજે કંડલા હાઇવે ઉપર આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસે મેડા ઉપર આવેલ વેલકમ ઓનલાઇનમાંથી રોકડ લઈને થેલામાં મૂકી નીચે આવ્યા હતા.

પરંતુ બાઈક ઉપર રાખેલું હેલ્મેટ ન જણાતા રૂ. 4.15 લાખ ભરેલો થેલો બાઈક ઉપર ભરાવીને આજુબાજુમાં હેલ્મેટની તપાસ કરવા જતાં થોડેક દૂર બેઠેલો એક ટાબરિયો મોકાનો ફાયદો ઉઠાવીને બાઈક ઉપર લટકાવેલ રૂ.4.15 લાખ ભરેલો થેલો લઈને સડસડાટ ભાગી ગયો હતો, થેલો લઈને ભાગતો ટાબરિયો સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો,જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...