ફરિયાદ:રાધનપુરના ડેપોમાં છૂટાછેડા લીધેલા પતિએ પત્નીને માર માર્યો

રાધનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાધનપુર પોલીસ મથકે તેરવાડાના શખ્સ સામે ફરિયાદ

રાધનપુરમાં ગંગેશ્વર વિસ્તારમાં મામાના ઘરે રહેતા પૂજાબેન કનુભાઈ બારોટ(વાલ્મિકી)ના લગ્ન અઢી વર્ષ પહેલા કાંકરેજ તાલુકાના તેરવાડાના રમેશભાઈ સોમાભાઈ બારોટ સાથે થયા હતાં અને એક વર્ષનો દીકરો દિવ્યાંશ છે.પરંતુ અણબનાવ થતાં ગાંધીધામ કોર્ટમાં છૂટાછેડા થયા હતાં.

પૂજાબેન તા.10 મેના રોજ ગાંધીધામથી રાધનપુર આવી રહ્યા હતાં ત્યારે તેમના પૂર્વ પતિ રમેશભાઈનો ફોન કરી કહ્યું કે હું તને લઇ જવા માંગુ છુ. હું તને હવે હેરાન નહિ કરું.. તું રાધનપુર આવી જા. પૂજાબેન રાધનપુર બસ સ્ટેન્ડમાં આવ્યા ત્યારે તેમના પૂર્વ પતિ રમેશભાઈ અપશબ્દો બોલીને મારતાં લોકોએ વચ્ચે પડીને પૂજાબેનને છોડાવ્યા હતાં.પૂજાબેને કહ્યું કે મારા મામા સાથે વાત કરી પછી મને લઇ જાઓ."બંને જણાં ગંગેશ્વર એમના મામાના ઘરે ગયા હતાં.

પૂજાબેનના નાના મામા અમરતભાઇ અણદાભાઈની હાજરીમાં લઇ જવાનુ નક્કી થયા બાદ રાત્રે રોકાયા બાદ સવારે રમેશભાઈએ કહ્યું કે 5 મહિના તારા મામાને ત્યાં રહે પછી લઇ જઈશ.પૂજાબેને આજે જ લઇ જવાનું કહેતા ધમકી આપીને રમેશભાઈ નીકળી ગયા બાદ આજદિન સુધી પરત આવેલ નહિ. પૂજાબેને રાધનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...