લોકોમાં રોષ:રાધનપુરમાં મસાલી રોડ પર ગટરના ગંદી પાણી રેલાતાં લોકોને પરેશાન

રાધનપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા દ્વારા ગટરો સાફ ન કરાતાં જાહેરમાર્ગ પર પાણી રેલાતાં લોકોમાં રોષ

રાધનપુર શહેરમાં ગાયત્રી મંદિરથી મસાલી જવાનો માર્ગ નવીન બનાવવામાં આવ્યો ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાણીના નિકાલ માટે રોડની બંને સાઇડે મોટી ગટર બનાવવામાં આવી હતી. આ ગટર હકીકતમાં નગરપાલિકા દ્વારા સાફ કરવાની હોય છે.

પરંતુ ગટર બની ત્યારથી આજદિન સુધીમાં પાલિકા દ્વારા ગટર સાફ કરવામાં આવી ના હોવાથી ગટર કચરાથી ભરાઈ ગઈ છે અને પાણીનો નિકાલ થઇ શકતો ના હોવાથી ગટરના પાણી જાહેરમાર્ગ ઉપર આવતા હોવાથી રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડ ઉપર 25 જેટલી સોસાયટીઓ આવેલી છે.ગટર તાત્કાલિક સફાઈ કરવામાં આવે તેવી રહીશોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...