તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરોનો તરખાટ:રાધનપુરમાં બે દુકાનમાંથી રૂ. 2.65લાખની રોકડ ચોરાઈ, અન્ય 3 દુકાનમાં કંઈ હાથ ન લાગ્યું

રાધનપુર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક જ રાતમાં પાચ દુકાનોનાં શટર તૂટ્યાં
 • પોલીસે દુકાન માલિકોનાં નિવેદન લઈ ફરિયાદ નોંધી, વેપારીઓમાં ભય

રાધનપુરમાં ગુરુવારે મોડી રાત્રે હાઇવે ચાર રસ્તા વિસ્તારમાં આવેલી પાંચ દુકાનોના તાળા તૂટ્યા હતા, જેમાં એક દુકાનમાંથી રૂ.1.95 લાખ અને બીજી દુકાનમાંથી રૂ. 70 હજાર રોકડા તસ્કરો ચોરી ગયા હતા. જયારે અન્ય દુકાનોના શટર તોડ્યાં હતાં પણ કંઈ હાથ લાગ્યું ન હતું.

શહેરના શીતલ બંગ્લોઝમાં રહેતાં રાજેશકુમાર નિરંજનભાઈ ઠક્કરની હાઇવે ચાર રસ્તા નજીક સ્વસ્તિક બિલ્ડીંગ મટીરીયલ નામની દુકાનનું શટર તોડી ચોર કાઉન્ટરમાં રહેલા પર્સમાંના રૂ. ચલાવે છે.ગુરુવારે રાત્રે આઠેક વાગે દુકાન બંધ કરી ત્યારે રૂ. 1.95 લાખ જ્યારે હાઈવેની સામેની સાઇડે આવેલી જય અંબે રેફ્રીજરેટર નામની દુકાનમાંથી પણ ચોર રૂ.70 હજાર રોકડા ચોરી ગયા હતા. આમ બે દુકાનોમાંથી રૂ. 2.65 ની ચોરી થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે હાઇવે ચાર રસ્તા પાસે આવેલી શિવધારા ટ્રેડિંગ, શ્રદ્ધા પ્રોવિઝન અને નીલકંઠ મોબાઈલ નામની દુકાનોના શટર પણ તોડવામાં આવ્યા હતા, પરંતુ ચોરોને આ દુકાનોમાંથી ખાસ કંઈ હાથ લાગ્યું ન હોતું. પોલીસે દુકાન માલિકાનાં નિવેદન લઈ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો