તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાધનપુર તાલુકાના નાનાપુરા ગામે ધરવડી રોડ ઉપર બુધવારે બપોરે દોઢેક વાગ્યાના સુમારે પુરઝડપે આવી રહેલા ડમ્પરની જોરદાર ટક્કર વાગતાં ચાર ભેંસો અને એક પાડાને ઈજાઓ પહોંચી હતી. એક ભેંસને તો એવી જોરદાર ટક્કર વાગી હતી કે ચોકડીઓમાં જઈ પડી હતી.
નાનાપુરા ગામના મગનભાઈ અરજણભાઈની ભેંસો અને પાડો હોવાનું જાણવા મળ્યું હતું. ડમ્પરનો ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. ભેંસોને ગળાના તેમજ અન્ય ભાગે ઈજાઓ થતાં લોહી વહેવા લાગ્યું હતું. અકસ્માતની જાણ થતાં નજીકના ખેતરોમાંથી લોકો દોડી આવ્યા હતા. જ્યાં ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.