તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી બહિષ્કાર:નર્મદાના પાણી મુદ્દે મસાલીમાં ચૂંટણી બહિષ્કાર, ખેડૂતોએ પાણી માટે રજૂઆતો કરવા છતાં પ્રશ્ન હલ ન થતાં ચૂંટણીની તક ઝડપી

રાધનપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
મસાલી ગામના ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી. - Divya Bhaskar
મસાલી ગામના ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી.
  • ગ્રામજનો અને ખેડૂતોએ રાધનપુર પ્રાંતને લેખીત રજૂઆત કરી ચૂંટણી બહિષ્કારનું હથિયાર ઊગામ્યું

રાધનપુર તાલુકાના મસાલી ગામમાં આવતી માયનોર કેનાલમાં આવતા કમાન્ડ વિસ્તારમાં સને 2017થી નર્મદા નિગમ દ્વારા નિયત કરેલા સર્વે નંબરમાં આજ દિન સુધી ટેસ્ટિંગ કરવામાં આવેલ નથી. તેમજ ગામના એકપણ ખેડૂતને ખેતી માટે સિંચાઇનું પાણી ન મળતાં ગામના ખેડૂતો અને ગ્રામજનો દ્વારા નિગમમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળતું ના હોવાથી બુધવારે ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારીને લેખિતમાં રજુઆત કરીને જો નર્મદાના પાણી આપવામાં નહિ આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી છે.

મસાલી ગામના સરપંચ હરગોવનભાઈ ભીખાભાઇ સોલંકી, રામજીભાઈ ચૌધરી, સાજીદખાન બલોચ, ભાવાભાઇ ઠાકોર સહીત ગામના અગ્રણીઓ દ્વારા ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર રજુઆત કરવામાં આવી છે. જેમાં નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવતો ન હોવાનો પણ આક્ષેપ સાથે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો