રાધનપુર તાલુકાનું લોટીયા-ઠીકરિયા ગામો અનેક સમસ્યાઓથી ત્રસ્ત છે.ગ્રામજનોને છેલ્લા 7 મહિનાથી પીવાનું પાણી મળતું નથી,અને જે પાણી મળે એ ખારું મળતું હોવાથી લોકો અનેક બીમારીઓનો ભોગ બને છે.બંને ગામ નર્મદા નહેરથી વંચિત છે. નર્મદાના પાણી પહોંચાડવા માટે જમીનમાં પાઇપો તો નાંખી છે,પણ 7 વર્ષથી આ પાઇપો દ્વારા પાણી આપવામાં આવ્યું નથી. રસ્તાઓ બિસ્માર હોવાથી ખેડૂતોને ખેતરમાં જવામાં હાલાકીનો સામનો કરવો પડે છે.
બાળકો ભૂકંપ પહેલાના ઓરડાઓમાં કે ખુલ્લામાં ભણે છે. પ્રાથમિક શાળા મંજૂર થઇ છે પણ કોઈ ધ્યાન આપતું નથી. આવી અનેક સમસ્યાઓથી ત્રસ્ત ગ્રામજનો દ્વારા વિધાનસભા 2022ની ચૂંટણીનો બહિષ્કારનો નિર્ણય કર્યો છે.અને ગ્રામજનો દ્વારા લોટીયા અને ઠીકરિયા ગામોમાં રાજકીય માણસોએ પ્રચાર માટે આવવું નહી એવા બેનરો સાથે ગામમાં દેખાવો કર્યા હતા. ગામના પૂર્વ સરપંચ વાલીબેનના પતિ વસ્તાજી સગરામભાઈ ઠાકોરે જણાવ્યું કે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી સમસ્યાઓ પર કોઈ ધ્યાન આપતું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.