તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:રાધનપુરના ઠાઠીયાવાસમા જર્જરિત દીવાલ વૃદ્ધા પર પડતા દબાઇ જતાં મોત

વારાહી15 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાધનપુરમાં આવેલ ઠાઠીયાવાસમાં રહેતા 1 વૃધ્ધા અને દીકરી પર એકાએક મકાનની જર્જરિત દીવાલ તૂટી પડતા બંને જણા દટાઈ ગયા હતા.જેમાં માતાનું મોત નીપજ્યું હતું જ્યારે દીકરીને ગંભીર ઇજાઓ થવા પામી હતી.

રાધનપુર ઠાઠીયા વાસના દેવુબેન કમાલખાન બલોચ રવિવારે સાંજે દીકરી સાયરાબેન સાથે કોઈ કામ અર્થે ઘરની બહાર જતા હતા ત્યારે મકાનની જર્જરિત દીવાલ એકાએક તૂટી પડતા બંને દટાયા હતા. જેઓની બૂમાબૂમ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને દિવાલના કાટમાળ નીચેથી બંને બહાર કાઢી સારવાર અર્થે દવાખાને લઈ જતા દેવુબેન ઉ.૬૫નું રસ્તામાં મોત નીપજ્યું હતું. જ્યારે સાયરા બેનને ગંભીર ઇજાઓ થતા રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો