તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ગુલાબપુરાના ખેડૂતોની ગણોતધારાના પ્રતિબંધો હટાવવા માંગ

રાધનપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2013માં મામલતદારના હુકમથી નોંધ થઈ, 2019માં નોંધ રદ્દ પણ કરી દેવાઈ
 • ખેડૂતોએ રાધનપુર મામલતદારને આવેદનપત્ર આપી પરિસ્થિતી યથાવત્ રાખવા રજૂઆત કરી

રાધનપુર તાલુકાના ગુલાબપુરા ગામના ખેડૂતોએ વર્ષ 2013માં સર્વે નંબર 2થી 148ના ગણોતધારા હેઠળની જમીન સરકારમાં નાણાં ભરી ખરીદી હતી. જેની મામલતદારના હુકમથી નોંધ પણ કરવામાં આવી હતી અને બાદમાં નોંધ રદ્દ કરાઈ હતી. જેથી ગણોતધારા પરના તમામ પ્રતિબંધો હટાવવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે.

ગુલાબપુરાના ખેડૂતો સર્વે નંબર 2થી 148ના ગણોતધારા હેઠળ જમીન ધરાવે છે, આ તમામ સર્વે નંબરવાળી જમીન સને 2013માં ખેડૂતોએ ગણોતધારા હેઠળ ખરીદ કિંમત ચલણથી સરકારમાં જમા કરાવી હતી. આ જમીનોમાં તે અંગેની નોંધ નં.456 મામલતદારના હુકમથી કરવામાં આવી હતી. પરંતુ છ વર્ષ બાદ 2019માં ફરીથી મામલતદાર દ્વારા નોંધ નં. 456ની અમલવારી ઉપર રોક લગાવવામાં આવી હતી અને યથાવત પરિસ્થિતિ કરવામાં આવી હતી. ત્યારબાદ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. મામલતદાર હુકમ કરે છે તો નાયબ કલેક્ટર કે જિલ્લા કલેક્ટર તેના ઉપર રોક લગાવે છે. નાણાં ભર્યો હોવા છતાં પરેશાની થતાં જિલ્લા કલેક્ટર દ્વારા ગણોતધારાના તમામ પ્રતિબંધો હટાવવામાં આવે તેવી માંગ સાથે પ્રાંત અધિકારી દલપત ટાંકને આવેદનપત્ર અપાયું હતું.

નાણાં ભરવા છતાં ખેડૂતોની પરેશાની વધી
જે કોઈ આધાર પુરાવા આપવા પડે તો ખેડૂતો આપવા માટે તૈયાર છે. આટલા વર્ષો થવા છતાંય ખેડૂતોની મહામૂલી જમીનનો ન્યાય મળતો ના હોવાથી અને કચેરીના ધક્કા ખાઈને ખેડૂતો કંટાળી ગયા છે. યથાવત પરિસ્થિતિને કારણે ખેડૂતોને પાક ધિરાણ મળતું નથી. જમીનની વહેંચણી થતી નથી, વેચાણ-ગીરો કે બક્ષિસ થતી નથી ,તેમજ કોઈપણ જાતની કાર્યવાહીમાં યથાવત પરિસ્થિતિનો હુકમ નડી રહ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો