આવેદનપત્ર:રાધનપુર-વારાહીમાં મઘ્યમ વર્ગને રાહત આપવા કોંગ્રેસનુ આવેદન, વીજબીલ,મિલ્કત વેરો, પાણીવેરો માફ કરવા રજૂઆત

રાધનપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાધનપુરમાં ધારાસભ્ય રઘુભાઇ દેસાઈની આગેવાની હેઠળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નવીનભાઈ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ કાનજીભાઈ પરમાર,પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ હમીરજી ઠાકોર,વેપારી એસોસિયેશનના પ્રમુખ મહેશભાઈ અદા સહીત આગેવાનો અને વારાહીમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેબૂબખાન મલેક,તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જાહીદખાન મલેક સહીતની ઉપસ્થિતમાં મધ્યમ વર્ગના લોકોને રાહત મળે એ માટે વીજબીલ,મિલ્કત વેરો, પાણીવેરો, અને શિક્ષણ ફી માફ કરવા આવેદન આપવામાં આવ્યું હતું.જેમાં ગરીબ અને મધ્યમ વર્ગ લોકડાઉનના કારણે મુશ્કેલીમાં હોઈ માર્ચથી જૂન 2020 સુધીના વીજબિલ માફ કરવા,ખાનગી શાળાની પ્રથમ સત્રની ફી માફ કરવી તેમજ ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ આપવા રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...