હાલાકી:રાધનપુરમાં ગટરનાં ગંદા પાણી ઊભરાતાં જલારામ સોસાયટીમાં નર્કાગારની સ્થિતિ

રાધનપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
જલારામ સોસાયટીના ગેટ પર ગંદુ પાણી ભરાતાં હાલાકી. - Divya Bhaskar
જલારામ સોસાયટીના ગેટ પર ગંદુ પાણી ભરાતાં હાલાકી.
  • સોસાયટીના ગેટમાં પાણી ભરાતાં પસાર થવામાં હાલાકી
  • સોસાયટીના રહિશે પાલિકામાં રજૂઆત કરી ઉપવાસની ચીમકી ઉચ્ચારી

રાધનપુરમાં જયારે પણ પાલિકા દ્વારા પાણી છોડવામાં આવે છે ત્યારે જલારામ સોસાયટી આગળ ગટરના ગંદા પાણી ઉભરાઈને બહાર આવતાં રહીશો પરેશાન થયા છે. નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને અવર-જવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. સોસાયટીના રહીશોએ પાલિકામાં અવાર-નવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં નથી ભરાતા.

રહીશ ચંદ્રકાન્તભાઈ ઠકકરે ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને લેખિતમાં રજુઆત કરી ગટરના પાણીનો નિકાલ બે દિવસમાં નહી થાય તો સોમવારથી ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી છે. જલારામ સોસાયટીથી પોસ્ટ ઓફિસ સુધીની પાણીના નિકાલની પાઇપ જામ થતાં ગટરના પાણીનો નિકાલ ના થતો હોવાથી નવી પાઇપ નાંખવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...