રાધનપુર તાલુકાના કામલપુર, માનપુરા, ધરવડી, લક્ષ્મીપુરા, નાનાપુરા સહીત ગામોના પચ્ચાસેક ખેડૂતોએ ધારાસભ્ય લવિંગજી સોલંકીની આગેવાની હેઠળ નર્મદાની મુખ્ય કેનાલથી માનપુરા પેટા શાખા નહેર4.2 કી.મી.સુધી અંડર ગ્રાઉન્ડ નવિન પાઈપલાઈન નાખવાની રજૂઆત કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પાઈપલાઈનનું કામ મંજૂર કરતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી.
તાલુકાના પચાસેક ખેડૂતો દ્વારા ધારાસભ્ય લવિંગજીની આગેવાનીમાં ગાંધીનગર વિધાનસભા સંકુલમાં વિધાનસભાના અધ્યક્ષ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લઈને રજુઆત કરી હતી કે રાધનપુર બ્રાન્ચ કેનાલની માનપુરા બ્રાન્ચ કેનાલની લંબાઈ 31.76 કિલોમીટર હોવાથી પાછળના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી.
જેથી મેઈન કેનાલથી માનપુરા સબ બ્રાન્ચ કેનાલ સુધી અંડર ગ્રાઉન્ડ પાઈપલાઈન નાખવા રજૂઆત કરી હતી. મેઈન સબ બ્રાન્ચ કેનાલના આગળના ગામો નેકારીયા, ભલગામ, ખેંગારપુરા, આનંદપુરા, શિયા સહિત ગામો તેમજ કાંઠા વિસ્તારના ખેડૂતો દ્વારા પાણી ખેંચી લેવાથી છેવાડાના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં કેનાલનું પાણી મળતું ના હોવાથી ખેડૂતોના રવિ પાક અને ઉનાળુ પાક ફેલ થાય છે.
મુખ્ય કેનાલથી માનપુરા પેટા શાખા નહેરની સાંકળ 4.2 કિલોમીટર સુધી અંડર ગ્રાઉન્ડ પાઈપલાઈન નાંખવામાં આવે તો પ્રશ્નનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે.અને ખેંગારપુરા, આનંદપુરા, શિયા સહીત કમાન્ડના તમામ ગામોને પૂરતા પ્રમાણમાં પાણી મળી શકે તેમ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખેડૂતોની રજૂઆત સાંભળ્યા બાદ તુરંત જ આ કામને મંજૂરી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.