તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાતમુહૂર્ત:રાધનપુરમાં ઠાકોર સમાજની દીકરીઓ માટે આધુનિક કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત

રાધનપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાધનપુરમાં ઠાકોર સમાજની દીકરીઓ ભણી-ગણીને આગળ આવે તે માટે ભાભર રોડ ઉપર અત્યાધુનિક કન્યા છાત્રાલય બનાવનાર છે. જેનું ખાતમુહૂર્ત શનિવારે સમાજના મોભી ભામાશાનું ઉપનામ ધરાવતા અને કન્યા છાત્રાલય માટે રૂ.5,11,111નું દાન આપનાર પૂર્વ ધારાસભ્ય ભાવસિંહજી રાઠોડના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. અને તેમની પાઘડી પહેરાવીને કન્યા છાત્રાલયના પ્રમુખ તરીકે વરણી કરી હતી.

આ પ્રસંગે સાંસદ ભરતસિંહ ડાભીએ સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી ટૂંક સમયમાં છાત્રાલય માટે રકમ ફાળવવાની ખાત્રી આપી હતી. પૂર્વ ધારાસભ્ય લવિંગજી સોલંકીએ ઠાકોર સમાજની દીકરીઓને ભણાવીને આગળ લાવવા અને કન્યા છાત્રાલયના વિકાસ માટે સમાજને અપીલ કરી હતી. પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોરે પણ સમાજને શિક્ષિત બનવા જણાવ્યું હતું.

આ પ્રસંગે સમાજના અગ્રણીઓ ભાવાજી ઠાકોર, જયંતીજી ઠાકોર, હમીરજી ઠાકોર, શંકરજી મોતીજી ઠાકોર, સોનાજી ઠાકોર, અજમલજી ઠાકોર, સદારામ કુમાર છાત્રાલયના પ્રમુખ માવજીભાઈ ઠાકોર સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો