બદલી:સફાઈ કામદાર ભરતીના વિવાદ વચ્ચે રાધનપુર સીઓની બદલી

રાધનપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રજ્ઞાબેન કોડિયાતરની વંથલી ખાતે બદલી
  • મોડાસાના સીઓ જીજ્ઞેશ બારોટ રાધનપુર મુકાયા

સફાઈ કામદારોની ભરતી વિવાદમાં રહેલાં રાધનપુર પાલિકાના ચીફ ઓફિસર પ્રજ્ઞાબેનની જૂનાગઢના વંથલી બદલી થઈ છે. રાધનપુરના ચીફ ઓફિસર પ્રજ્ઞાબેન કોડિયાતરે વાલ્મિકી સમાજ સિવાયના 16 કર્મચારીઓની સફાઈ કામદાર તરીકે ભરતી કરાતાં કર્મચારીઓ સફાઈકામ કરતાં ના હોવાથી 104 સફાઈ કામદારો અઢી મહિનાથી હડતાળ ઉપર ઉતરી ગયા છે.

ભાજપ-કોંગ્રેસના તમામ સદસ્યોએ ચીફ ઓફિસરની બદલી કરવા રજુઆતો કરી પણ કરી હતી ત્યારે તેમની બદલી જૂનાગઢ જિલ્લાની વંથલી નગરપાલિકામાં કરવામાં આવી છે. જેમની જગ્યાએ અરવલ્લી જિલ્લાની મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર જીજ્ઞેશ એલ. બારોટને મુકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારો પણ સફાઈ કામદારોની હડતાળથી શહેરમાં ગંદકીના ઢગ ખડાકાયા ત્યારે ચીફ ઓફિસર પ્રજ્ઞાબેનની બદલીથી સફાઈ કામદારોનો પ્રશ્ન હજુપણ વણ ઉકલ્યો છે.