તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:રાધનપુર કોલેજ કેમ્પસમાં યોજાયેલા કેમ્પમાં 90 લોકોએ કોરોના રસી લીધી

રાધનપુર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોલેજ સ્ટાફ સહિત નજીકની સોસાયટીના લોકોને રસી અપાઈ

રાધનપુરમાં હિંમત વિદ્યાનગર સ્થિત શ્રી ત્રિકમજી ભાઈ ચતવાણી આર્ટ્સ એન્ડ જે.વી ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજ કેમ્પસમાં કોરોના રસીકરણ કરાયું હતું, જેમાં કોલેજનો સ્ટાફ તથા ચામુંડા સોસાયટી, પારકર સોસાયટી, હિગળાજ સોસાયટી, ગાયત્રીનગર સોસાયટી તથા આજુબાજુના વિસ્તારના લોકોએ કોરોના વેક્સિનનો લાભ લીધો હતો.

આ રસીકરણ કાર્યક્રમમા ટ્રસ્ટનાં પ્રમુખ ર્ડા. મહેશભાઈ મુલાણી, કોલેજના પ્રિન્સીપાલ ર્ડા. સી.એમ. ઠક્કર તેમજ કોલેજનાં સ્ટાફે કોરોના રસીનો લાભ લીધો હતો. અર્બન હેલ્થ સેન્ટર દ્વારા રસીકરણના ચાર સેશન કરવામાં આવ્યા હતા, જેમાં 90 લોકોએ લાભ લીધો હતો. રાધનપુર અર્બન હેલ્થ સુપર વાઈઝર એન.ડી ડાભી, વેકશીનેટર તરીકે આશાબેન કટારા તેમજ એમ.પી એચ ડબલ્યુ નિકુંજભાઈ યાદવ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો