તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:સાંતલપુરના રણમલપુરામાં તળાવમાં ખોદકામથી રોષ, ગ્રામજનો-ખેડૂતોએ રાધનપુર પ્રાંત અધિકારી સહિત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી

રાધનપુર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભારત માલા રોડના કામ માટે ખોદકામ થતાં સિંચાઈનું પાણી ન મળવાની ખેડૂતોમાં ભીતિ

સાંતલપુર તાલુકાના રણમલપુરા ગામના તળાવમાંથી ભારત માલા રોડ બનાવવા માટે બિનઅધિકૃત રીતે માટીનું ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાથી સમગ્ર ગ્રામજનો માટે નુકશાનકારક હોઈ ખોદકામ બંધ કરાવવા 39 થી વધુ ગ્રામજનોએ રાધનપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.

હાલમાં ભારત માલા રોડનું કામ ચાલી રહ્યું છે. તેના માટે માટી લઈ જવા તળાવમાં અંદાજે ત્રણ ફૂટ જેટલું ખોદકામ કરવાથી બધી ખારાશ જમીનમાં આગળ વધે છે. વધુમાં આખા ગામમાં આ એક જ એવી પડતર જમીન છે જેમાં ગામના પશુઓ ચરવા માટે જાય છે અને ગામના તમામ ખેડૂતો તેમાંથી સિંચાઈ માટેનું તેમજ પીવાનું પાણી મેળવે છે. આ તળાવમાંથી સિંચાઈ માટે પાણી લઇ જવાતું હોવાથી હજારો એકરમાં ખારાશયુક્ત પાણી જવાથી ખેડૂતોની હજારો એકર જમીન ખારી થઇ જવાની ભીતિ સર્જાઈ છે. ગામલોકોને ચિંતા છે કે ટૂંકા સમયમાં હજારો એકર જમીન ખેતી માટે બિનઉપયોગી થઇ જશે. અને પશુપાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે તેમ હોવાથી તાત્કાલિક ધોરણે તળાવનું ખોદકામ બંધ કરવા પશુપાલકો,ખેડૂતો અને ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારીને રજુઆત કરવામાં આવી છે.

વારાહી આવેલા કલેક્ટરને પણ રજૂઆત
ગુરુવારે રાધનપુરના પ્રાંત અધિકારીને આવેદન આપ્યા બાદ જિલ્લા કલેક્ટર વારાહી મામલતદાર કચેરીમાં આવ્યા હોવાની માહિતી મળતાં ગ્રામજનો અને ખેડૂતો રણમલપુરા જતાં રસ્તામાં વારાહી ઉતરીને જિલ્લા કલેક્ટરને પણ આવેદન આપીને ખોદકામ બંધ કરવા રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો