બેઠક:ચલવાડાના કોંગ્રેસ સદસ્ય જોરાજી ઠાકોરનું અવસાન બાદ ખાલી બેઠક પર તેમના પત્ની મસુબેન વિજેતા

રાધનપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલિકાના વોર્ડ નં.7 માં  ભાજપનો વિજય થતાં ઉમેદવારે ખુલ્લી ગાડીમાં કાર્યકરો અને અગ્રણીઓ સાથે ડીજેના તાલે વિજયયાત્રા કાઢી હતી. - Divya Bhaskar
પાલિકાના વોર્ડ નં.7 માં ભાજપનો વિજય થતાં ઉમેદવારે ખુલ્લી ગાડીમાં કાર્યકરો અને અગ્રણીઓ સાથે ડીજેના તાલે વિજયયાત્રા કાઢી હતી.
  • રાધનપુર પાલિકાના વોર્ડ નં.7માં ભાજપના ડૉ.વિજયભાઈ સુથાર અને ચલવાડા તા.પં.બેઠક પર કોંગ્રેસના મસુબેન ઠાકોરની જીત

રાધનપુર પાલિકાના વોર્ડ નં.7 અને ચલવાડા તાલુકા પંચાયત બેઠકની રવિવારે મતદાન બાદ મંગળવારે ચૂંટણી અધિકારી ડી.બી.ટાંકની દેખરેખ હેઠળ મતગણતરી યોજાઈ હતી. જેમાં રાધનપુર પાલિકાના વોર્ડ નં.7 માં ભાજપના ડૉ.વિજયભાઈ ચંદુભાઈ સુથારનો 621 મતે અને ચલવાડા તાલુકા પંચાયત બેઠક ઉપર કોંગ્રેસના મસુબેન જોરાજી ઠાકોરનો 91 મતે વિજય થયો હતો.ચલવાડા બેઠકના કોંગ્રેસના સદસ્ય જોરાજી ઠાકોરનું કોરોનામાં દુઃખદ અવસાન થવાંથી ખાલી પડેલી બેઠક ઉપર તેમના પત્નિ મસુબેન વિજેતા થયાં હોવાથી મોતનો મલાજો રાખીને અબીલ-ગુલાલ પણ ઉડાડ્યા વગર શાંતિથી ચલવાડા પહોંચી ગયા હતા.

તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમીરજી ઠાકોરે કહ્યું કે અમારા માટે તો ગઢ આલા પણ સિંહ ગેલા જેવી પરિસ્થિતિ છે, જીત તો મળી પણ સિંહ જેવા કાર્યકર જોરાજીને અમે ગુમાવ્યા છે. રાધનપુર પાલિકાની પેટાચૂંટણીમાં મતગણતરીમાં મતગણતરીના અંતે ભાજપના ડો.વિજયભાઈ સુથારને 1479, કોંગ્રેસના જ્યોતિબેન જોશીને 849 અને આપના કિશનભાઇ કુંવારીયાને 434 મત મળ્યા હતા.જ્યારે નોટામાં 44 મત પડ્યા હતા. તાલુકા પંચાયતની ચલવાડા બેઠકમાં કોંગ્રેસના મસુબેન જોરાજી ઠાકોરને 1579 અને ભાજપના રમેશભાઈ ખુમાજી ઠાકોરને 1488 મત મળ્યા.નોટમાં 41 મત પડ્યા હતા.

ઉ.ગુ. પાલિકાના પરિણામ
નગરપાલિકાભાજપકોંગ્રેસબીનહરિફકુલ
થરા1644(ભા)24
વડનગર વોર્ડ71001
મહેસાણા વોર્ડ111001
રાધનપુર વોર્ડ-71001
ચાણસ્મા વોર્ડ-50001(ભા)1
ધાનેરા વોર્ડ-40101
મોડાસા વોર્ડ-21001
કુલ20505(ભા) 30
તા.પં.બેઠકભાજપકોંગ્રેસ

અાપ

મહેસાણાવડસ્મા010
સતલાસણારાણપુર010
રાધનપુરચલવાડા010
દાંતાજીતપુર010
દાંતાકુંભારીયા010
પાલનપુરમડાણા010
દાંતીવાડાગોઢ100
દાંતીવાડાનાંદોત્રા010
અમીરગઢધનપુરા010
ભિલોડાઉબસલ001
બાયડહઠીપુર100
પ્રાંતિજઘડકણ100
હિંમતનગરપરબડા100
કુલ13 બેઠક481

​​​​​​​

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...