કાર્યવાહી:રાધનપુર પાલિકામાં વહીવટદારે ચાર્જ સંભાળ્યો,SI હાજર ના રહેતાં નોટિસ

રાધનપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધાનેરા નગરપાલિકામાં ગયા હોવાનું કારણ દર્શાવ્યું હતું વહીવટદાર તપાસ કરાતાં બહાનું ખોટું જણાતા કાર્યવાહી

રાધનપુર નગરપાલિકામાં વહીવટદાર તરીકે મામલતદાર એફ.એમ.બાગબાનને મુક્યા છે,વહીવટદારે સોમવારે વિધિસર ચાર્જ સંભાળ્યો હતો અને કર્મચારીઓ સાથે બેઠક યોજીને શહેરના નાગરિકોને પીવાના પાણી અને સફાઈ મામલે કોઈ સમસ્યા ના થાય એ માટે સૂચનાઓ આપી હતી.આ બેઠકમાં સેનેટરી ઇન્સ્પેક્ટર હાજર ના રહેતાં બે દિવસમાં ખુલાસો કરવા ચીફ ઓફિસર દ્વારા SI ને નોટિસ ફટકરવામાં આવી હતી.

વહીવટદાર એફ.એમ.બાગબાને સોમવારે પાલિકા પ્રમુખ પાસેથી ચાર્જ સંભાળી લીધો હતો અને ત્યારબાદ પાલિકાના કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં સેનેટરી ઇન્સ્પેક્ટર હસમુખભાઈ ઠાકોર હાજર ના રહેતાં વહીવટદારે SIને નોટિસ ફટકારવાની સૂચના આપતાં ચીફ ઓફિસર વૈશાલીબેન નિનામાએ SIને નોટિસ ફટકારી હતી.

રાધનપુર નગરપાલિકામાં કાયમી અને ધાનેરા નગરપાલિકાનો ચાર્જ સંભાળતા સેનેટરી ઇન્સ્પેક્ટર હસમુખભાઈ ઠાકોરને ફોન કરીને પાલિકા સિનિયર ઇન્સ્પેક્ટર દ્વારા પૂછપરછ કરતાં તેઓએ ધાનેરા પાલિકામાં ગયા હોવાનું જણાવ્યું હતું, પરંતુ વહીવટદાર દ્વારા ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કરીને પૂછતાં સેનેટરી ઇન્સ્પેક્ટર ધાનેરા નગરપાલિકામાં ન ગયા હોવાનું અને આવતા જ ન હોવાનું જણાવતા ચીફ ઓફિસર દ્વારા હાજર ન રહેવા બાબતે બે દિવસમાં ખુલાસો કરવા અને ખુલાસો કરવામાં નહી આવે તો કંઈ કહેવા માંગતા નથી તેમ માની ઘટતી કાર્યવાહી કરવાની જાણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...