મચ્છરોનો ઉપદ્રવ:રાધનપુર જલારામ સોસાયટીમાં રહેતાં તરૂણને ડેન્ગ્યૂ પોઝિટિવ

વારાહી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળામાં ભણતાં 13 વર્ષના બાળકને સારવાર અર્થે પાટણ ખસેડાયો

રાધનપુર નગરમાં ઠેર ઠેર ફેલાયેલ ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગ ચાળાએ માઝા મૂકી છે. જલારામ સોસાયટીમાં રહેતા 13 વર્ષના તરુણનો ડેન્ગ્યુ પોઝિટિવ રિપોર્ટ આવતા નગર જનોમાં ફફડાટ વ્યાપ્યો છે. ડેગ્યું પોઝિટિવ તરુણને સારવાર અર્થે પાટણ ખસેડવામાં આવ્યો હતો.જલારામ સોસાયટીમાં રહેતા ૧૩ વર્ષીય પ્રણામ ભરતભાઈ સોનીને ચારેક દિવસથી તાવ આવતો હતો. તાવમાં પિડિત તરુણને તા.19 નવેમ્બરે રાધનપુરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા. ડોક્ટર દ્વારા બીમાર તરુણનો રિપોર્ટ કરવવા બ્લડ સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા હતા.

ત્રણેક દિવસની સારવાર બાદ તરુણની તબિયતમાં સુધારો ના આવતા અંતે તરુણને વધુ સારવાર અર્થે પાટણની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે તરુણના પિતા ભરતભાઈએ જણાવ્યું હતું કે અમારી સોસાયટી અને સોસાયટી બહાર ફેલાયેલ ગંદકી બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. ગંદકીને કારણે મારા દીકરાને ડેન્ગ્યુ થયો હોવાની વાત તેમને કરી હતી.

અન્ય સમાચારો પણ છે...