દુર્ઘટના:રાધનુપરના જેતલપુરાના યુવાનનો પગ લપસતાં ચોથા માળેથી પટકાતાં મોત

રાધનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
યુવકનો કામ કરતાં નીચે પડકાતાં સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. - Divya Bhaskar
યુવકનો કામ કરતાં નીચે પડકાતાં સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.
  • મહુવાના માઢીયા ગામે વોટરપાર્કમાં નોકરી દરમિયાન બનેલી ઘટના CCTVમાં કેદ

રાધનપુર તાલુકાના જેતલપુરા ગામનો 19 વર્ષીય યુવાન શૈલેષકુમાર લગધીરભાઈ ઠાકોર ભાવનગર જિલ્લાના મહુવાના માઢીયા ગામે જય માતાજી વોટરપાર્કમાં ત્રણ મહિનાથી નોકરી કરતો હતો. ગુરુવારે સાંજે 3.44 વાગે વોટરપાર્કના ચોથા માળે પટ્ટા સેટિંગ કરતો હતો ત્યારે દરમ્યાન પગ લપસતાં ચોથા માળેથી નીચે પટકાયો હતો અને સ્થળ પર જ માથામાં ગંભીર ઈજાઓ થતાં મોત થયું હતું.

મૃતકના કુટુંબી કાકા ઈશ્વરભાઈ ઠાકોરના જણાવ્યા મુજબ શૈલેષની લાશ લઈને શુક્રવારે વહેલી સવારે ત્રણ વાગે જેતલપુરા પહોંચ્યા હતાં.અને સવારે અંતિમવિધિ કરી હતી. તેમના જણાવ્યાનુસાર શૈલેશની નોકરી ચાર વાગે પુરી થતી હતી અને નોકરી પુરી કરીને જેતલપુરા આવવા નીકળવાનો હતો. પરંતુ નોકરી પુરી થાય એના પંદર મિનિટ પહેલાં જ તેનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...