તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોકડ્રીલ:રાધનપુરની રેફરલ હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી

રાધનપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાધનપુરમાં રેફરલ કોવિડ હોસ્પિટલ ખાતે રવિવારે સવારે આગ લાગતા અફરા-તફરી મચી જવા પામી હતી. આગ લાગતા હોસ્પિટલમાંથી દર્દીઓને બહાર કાઢવામાં દોડધામ કરતા નજરે પડ્યા હતા અને લોકો જોવા ભેગા થઇ ગયા હતા. હકીકતમાં હોસ્પિટલમાં આગ લાગી નહોતી, પરંતુ ગુજરાતમાં કોવિડ હોસ્પિટલોમાં આગ લાગતા સરકારી તંત્ર હરકતમાં આવી ગયું છે. અને એકાએક કોવિડ હોસ્પિટલમાં આગ લાગે તો શું કાર્યવાહી કરવી તેની જાણકારી મળે એ માટે મોકડ્રિલ યોજવામાં આવી હતી.

જેમાં કોવિડ હોસ્પિટલમાં આગ લાગે ત્યારે દર્દીઓને કેવી રીતે બચાવવા, આગને તાત્કાલીક ઓલવવા શું પગલાં ભરવા તે અંગે લાઈવ ડેમો દ્વારા જાણકારી આપવામાં આવી હતી. પ્રાંત અધિકારી દલપતભાઈ ટાંક, રેફરલ હોસ્પિટલના ડૉ.કૃણાલ પટેલની ઉપસ્થિતમાં નગરપાલિકા અને રેફરલ હોસ્પિટલના સ્ટાફે મોકડ્રિલમાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો