તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:રાધનપુર સિવિલમાં રૂ.2.72 કરોડના ખર્ચે 200 ઓક્સિજન સાથેના બેડ તૈયાર કરાશે

રાધનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સિવિલમાં નવા બેડ, મેડિકલ સામગ્રી સહિત નવું જનરેટર વસાવાશે

રાધનપુર પંથકમાં કોરોનાએ બીજી લહેરમાં કહેર વર્તવ્યો હતો, જેમાં અનેક લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. જેને લક્ષમાં રાખીને ગુજરાત સરકાર આરોગ્ય સુવિધાને સઘન બનાવવા કટિબદ્ધ છે, અને પાટણ જિલ્લા આરોગ્ય અધિકારીએ 200 ઓક્સિજન બેડની દરખાસ્ત જિલ્લા આયોજન અધિકારીને મોકલી આપી છે. જયારે જિલ્લા આયોજન અધિકારીએ રાધનપુર તાલુકા પંચાયત અને નગરપાલિકાને 15% વિવેકાધીન ગ્રાન્ટની મળવાપાત્ર રકમનું આયોજન કરવા જાણ કરી છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જિલ્લા આયોજન અધિકારીને દરખાસ્ત મોકલી છે, જેમાં જણાવ્યા મુજબ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સાથે થયેલી ચર્ચા મુજબ રાધનપુરમાં રેફરલ હોસ્પિટલમાં 200ઓક્સિજન બેડની સુવિધા માટે જરૂરી મેડિકલ સાધન સામગ્રી માટે કુલ રૂ. 272.18 લાખની દરખાસ્ત મોકલી છે, તે અંગે ઘટતી કાર્યવાહી કરવા જણાવ્યું છે.

આ માટે સંસદસભ્યની ગ્રાન્ટમાંથી રૂ. 1.25 કરોડના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ, સીએસઆર ડોનેશન ફંડમાંથી રૂ. 48 લાખના ખર્ચે 200 બેડ માટે સેન્ટ્રલ ઓક્સિજન લાઇન, 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂ. 34.50 લાખ ખર્ચે 500 કિલો વોટ્સનું જનરેટર સહીત અન્ય ગ્રાન્ટમાંથી રકમ ફાળવવામાં આવનાર છે. જેમાંથી પ્લાન્ટ અને બેડ માટે જરૂરી સાધન-સામગ્રી લાવવામાં આવનાર છે. રાધનપુર સિવિલમાં ઓક્સિજન સાથેના નવા 200 બેડ વધતાં આરોગ્ય સુવિધાઓ વધશે.

અન્ય સમાચારો પણ છે...