અકસ્માત:રાધનપુરમાં ટ્રેલરની અડફેટે સાયકલ સવાર 1 5 વર્ષીય તરૂણનું મોત થયું

રાધનપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેલરનો ચાલક અકસ્માત બાદ ટ્રેલર મૂકીને ભાગી ગયો
  • શહેરમાં નેશનલ હાઇવે ઉપર માર્કેટયાર્ડ આગળ ઘટના

રાધનપુર શહેરમાં માર્કેટયાર્ડ આગળ હાઇવે ઉપર પંદર વર્ષીય તરુણ સાયકલ ઉપર પસાર થઇ રહ્યો હતો. એ સમય દરમ્યાન એક પૂરઝડપે જતાં ટ્રેલરે અડફેટે લેતા ઘટનાસ્થળે જ તરુણનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ટ્રેલરનો ચાલક અકસ્માત બાદ ટ્રેલર મૂકીને ભાગી ગયો હતો.

રાધનપુર શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર માર્કેટયાર્ડ આગળ અવાર-નવાર અકસ્માત સર્જાય છે અને નિર્દોષ નાગરિકોના જીવ જાય છે. સોમવારે બપોરે ત્રણેક વાગ્યાના સુમારે શહેરના પરા વિસ્તારમાં રહેતાં અને સાયકલની દુકાન ચલાવતા પ્રવીણભાઈ ગિરધરભાઈ પટેલનો પંદર વર્ષીય દીકરો જયમીન સાયકલ ઉપર માર્કેટયાર્ડ સામે નેશનલ હાઇવે ઉપરથી પસાર થઇ રહ્યો હતો. એ સમય દરમ્યાન એક પૂરઝડપે આવી રહેલા ટ્રેલરે જોરદાર ટક્કર મારતાં જયમીનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતાં અને પરિવારજનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. પરિવારજનોમાં રોકકળ મચી જવા પામી હતી. પોલીસે ઘટનાસ્થળે આવીને તરુણની લાશને પોસ્ટમોર્ટમ માટે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મોકલી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...