તસ્કરી:રાધનપુરના કોલાપુર ગામમાં મેલડી માતાજીના મંદિરમાં 91500ની ચોરી

રાધનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો સોનાનો સાથિયો,નાના-મોટા છત્તર, રોકડ ભરેલી દાનપેટીની ચોરી ગયા

રાધનપુર તાલુકાના કોલાપુર ગામે શુક્રવારે મોડી રાત્રે મેલડી માતાના મંદિરમાંથી તસ્કરો સોનાનો સાથિયો, નાના-મોટા છત્તર, અને દાનપેટીમાંથી રોકડ મળીને કુલ રૂ.91500ની ચોરી કરી ગયા હતા. કોલાપુર ગામે ભરવાડ સમાજના મેલડી માતાજીના મંદિરમાં છેલ્લા વીસેક વર્ષથી પૂજા કરતા રામાભાઇ રામસીભાઇ ભરવાડ મંદિરના કેમ્પસમાં જ રૂમમાં સુઈ રહે છે.શુક્રવારે સાંજે સાડા સાત વાગે માતાજીની આરતી ઉતારીને મંદિરનો દરવાજો બંધ કર્યો હતો.માતાજીમાં શ્રદ્ધા હોઈ કોઈ દિવસ દરવાજે તાળું મરાતું નથી.

બીજા દિવસે સવારે છ વાગે આરતી કરવા માટે દરવાજો ખોલતા અંદર ચોરી થયાનું માલુમ પડ્યું હતું.ગામના લાખાભાઇ માધાભાઇ રબારી અને લક્ષમણભાઇ રૂખડભાઈ ભરવાડને બોલાવીને તપાસ કરતા ચાંદીના મોટા છત્તર 3 નંગ, ચાંદીના નાના છત્તર 35 નંગ, સોનાનો નાનો સાથિયો તેમજ દાનપેટીમાંથી ₹ 30 હજાર મળીને કુલ ₹ 91500 ની ચોરી થયાનું જાણવા મળ્યું હતું.

ગામમાં બસ સ્ટેશન નજીક દિનેશભાઇ ડાયાભાઇ ભરવાડના કેબીન પાછળથી તોડેલી હાલતમાં દાનપેટી મળી આવી હતી.પૂજારી રામાભાઇ ભરવાડે રાધનપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ અર્જુનસિંહ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...