નુકસાન:ભારે વરસાદથી કમાલપુરમાં ખારેકના પાકમાં 50 ટકા નુકસાન

રાધનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કામલપુર ગામે ભારે વરસાદને કારણે ખારેકના પાકમાં 50 ટકા નુકસાન - Divya Bhaskar
કામલપુર ગામે ભારે વરસાદને કારણે ખારેકના પાકમાં 50 ટકા નુકસાન
  • છોડ પર ખારેક ખરી બગડી જતાં 8 મહિનાની મહેનત અને ખર્ચ પર પાણી ફરી વળ્યુ

રાધનપુરના કામલપુર ગામે બે દિવસ અગાઉ પડેલ ભારે વરસાદના કારણે ખારેકના બગીચાઓમાં 50 ટકા પાક જમીન પર ખરી પડી બગડી જતાં ખેડૂતોની 8 મહિનાની માવજત અને કરેલ ખર્ચ ઉપર પાણી ફરી વળતા કફોડી સ્થિતિમાં મુકાઈ જવા પામ્યા છે.

કામલપુર ગામના ખેડૂત વિનુભાઈ પટેલે પાટીદાર ઓર્ગેનિક ખારેકના બગીચામાં 500 જેટલા છોડનું વાવેતર કર્યું હતું.તેમજ બાજુમાં રમાબા ઓર્ગેનીક ખારેકના બગીચામાં સહિત કામલપુરમાં અન્ય ખારેકનું ઉત્પાદન કરતા ખેડૂતોના બગીચાઓમાં બે દિવસ અગાઉ રાધનપુરમાં મધ રાત્રે વરસેલા મુશળધાર વરસાદના કારણે ખારેકના છોડમાંથી 50% જેટલો પાક જમીન ઉપર ખરી પડતા બગડી જવા પામ્યો છે. ચારથી વધુ ખેડૂતોના બગીચામાં ખારેકનો 50 પાક નિષ્ફળ ગયો હોય છેલ્લા 8 મહિનાથી કરાતી ખારેકના પાકની માવજત અને ઉત્પાદન માટે કરેલ ખર્ચ પર પાણી ફરી વળતાં ખેડૂતોએ સરકાર દ્વારા પાક નુકસાન અંગે સર્વે કરી સહાય આપવા માંગ કરી હતી.

આઠ મહિનાની મહેનત અને લાખોનું નુકશાન
કમાલપુરના ખેડૂત જેસંગભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મારા એક હેક્ટરમાં 500 જેટલા છોડ વાવેલા હતા. જેમાંથી 50% ખારેક ખરી પડતા બગડવાના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે. બાજુમાં આવેલા અન્ય બગીચાઓમાં પણ આ જ હાલત છે. ખારેકના પાક માટે ફ્લાવર, ટીમ આખા બાંધવા ખારેકને પ્લાસ્ટિકની બેગ પહેરાવી જેવી વિવિધ કામગીરી માટે હજારો રૂપિયાનો ખર્ચો થાય છે. ખારેક ઉત્પાદન કરતા 8 મહિના જેટલો સમય લાગે છે જે તમામ વ્યર્થ જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...