ચોરી:રાધનપુર શાન્તિકૂંજ સોસાયટીનાં 2 મકાનમાંથી 3 લાખની મત્તા ચોરાઈ

રાધનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોર સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ ચોરી ફરાર થયા
  • પાંચ તસ્કરો ​​​​​​​સીસીટીવી કેમેરામાં કેદ, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાધનપુરમાં ભાભર રોડ ઉપર આવેલી શાંતિકુંજ સોસાયટીમાં રવિવારે મોડી રાત્રે તસ્કરોએ બે બંધ મકાનોના તાળા તોડી એક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ત્રણ લાખની અને બીજા મકાનમાંથી પાંચેક હજારની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સોસાયટીના સીસીટીવી કેમેરામાં પાંચ ચોર કેદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

સોસાયટીના રહીશ ધરમસીભાઇ નાયીના બંધ મકાનમાં તાળું તોડીને સોનાની ચૂંક અને રોકડ સહીત પાંચેક હજારની ચોરી થઇ હતી, જયારે હમીરભાઇ પટેલના ઘરેથી બે લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડ મળીને ત્રણેક લાખની ચોરી થઇ હતી. પોલીસને જાણ થતાં પીઆઇ જી. આર. રબારીએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સોસાયટીના એક મકાન બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં રાત્રીના સમયે પાંચ તસ્કરો ફરતા હોવાનું જણાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...