તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાળમુખી કાળીચૌદશ:કલ્યાણપુરામાં ખેતરની વાડ કરતા ખેડૂતો પર ડિવાઇડર કૂદી કાર ફરી વળી, એકનું મોત, 2નો બચાવ

રાધનપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
મૃતકોની તસવીર - Divya Bhaskar
મૃતકોની તસવીર
 • કાળી ચૌદસની વહેલી સવારે કચ્છ તરફથી આવતી કાર હાઈવે પર ડિવાઈડર કુદી ખેતરમાં ધસી આવી

રાધનપુરથી સાત કિલોમીટર દૂર આવેલા કલ્યાણપુરા નજીક કાળી ચૌદસની વહેલી સવારે ગોઝારી બની હતી. સવારે સાતેક વાગ્યાના સુમારે નેશનલ હાઇવે નજીક આવેલા ખેતરમાં પાંચ યુવાન ખેડૂતો ખેતરની વાડ કરી રહ્યા હતા ત્યારે કચ્છ તરફથી આવી રહેલી એક કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર સર્વિસ રોડ પસાર કરી સીધી ખેતરમાં ઘૂસી ગઈ હતી. જ્યાં વાડ કરી રહેલા ત્રણ ખેડૂતો કારની અડફેટે આવતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં. તો પાંચ પૈકી બે યુવાનોનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં કલ્યાણપુરા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

કાર સર્વિસ રોડ પાસ કરી ખેતરમાં ધસી આવી ઝાડ સાથે અથડાઈ હતી.
કાર સર્વિસ રોડ પાસ કરી ખેતરમાં ધસી આવી ઝાડ સાથે અથડાઈ હતી.

શનિવારે કાળી ચૌદસની વહેલી સવારે કચ્છ તરફથી આવી રહેલી કાર નંબર GJ 12 DG 8349ના ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા હાઈવે નજીકના ખેતરમાં ધસી ગઈ હતી. જ્યાં ખેતરની વાડ કરતાં ધનજીભાઈ જેમલભાઈ ઠાકોર(23), પ્રભુભાઈ સોમાભાઈ ઠાકોર(25) અને નભાભાઇ ગાંડાભાઈ ઠાકોર(38)ને અડફેટે લેતા ત્રણેયના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં હતા.જ્યારે તેમની સાથે વાડ કરતાં કાનજીભાઈ જેમલભાઈ ઠાકોર અને બચુભાઈ જેમલભાઈ ઠાકોરનો ચમત્કારિક બચાવ થયો હતો. ત્રણેય યુવા ખેડૂતોની લાશો પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. કાર યુવાનોને અડફેટે લીધા બાદ ઝાડ સાથે અથડાઈ હતી.આ અંગે પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધ્યો છે.

કાર રોડ સર્વિસ પસાર કરી ખેતરમાં ધસી આવી
કચ્છ તરફથી આવતી કાર હાઈવે પરનો ડિવાઈડર કુદી સર્વિસ રોડ પસાર કરીને નજીકના ખેતરમાં ધસી આવી હતી અને ખેતરમાં કામ કરતા ત્રણ ખેડૂતોને અડફેટે લેતાં સ્થળ પર જ મોત નિપજ્યાં હતાં.

સિવિલ હોસ્પિટલમાં લોકોનાં ટોળાં ઊમટ્યાં

ખેતરમાં ધસી આવેલી કારની અડફેટે કલ્યાણપુરાના ત્રણ યુવાનોનાં મોત થતાં પીએમ માટે રાધનપુર સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અકસ્માતની જાણ થતાં જ સિવિલના પીએમ રૂમ આગળ લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો