તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ઘાસચારો,વાવેતર સહિતની યોજનાનો લાભ મેળવવા 17 ખેડૂતો તૈયાર થયા

રાધનપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા વિકાસ અધિકારીએ રાધનપુરના કામલપુર ગામની મુલાકાત લઈ મનરેગા યોજનાનો વ્યાપ વધારવા આહવાન કર્યું

પાટણ જિલ્લામાં પણ મનરેગા યોજના હેઠળ સામૂહિક અને વ્યક્તિગત કામો હાથ ધરાઈ રહ્યા છે. યોજના અંતર્ગત ખેડૂતો સુધી લાભ પહોંચે તે હેતુને ધ્યાને લઇ જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ કામલપુર ગામના પ્રગતિશીલ ખેડૂત પિયુષભાઈ ચૌધરીના ફાર્મની મુલાકાત લીધી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ ખેડૂતોને માહિતી આપતા જણાવ્યું હતું કે મનરેગા યોજનામાં ઘાસચારાના વાવેતર માટે નાના સીમાંત તેમજ અનુસૂચિત જાતિ સહિતના ખેડૂતોને લાભ અપાય છે, તથા વર્મી કમ્પોસ્ટ યુનિટ કેટલ શેડ વરસાદી પાણીના રિચાર્જ માટે હોલિયા વગેરે યોજનાઓ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અત્યારે અમલમાં છે

ત્યારે મોટા પ્રમાણમાં ખેડૂતો આ યોજનાનો લાભ લે તેમ જણાવ્યું હતું .જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અને પ્રેરણાથી ગામના 17 જેટલા ખેડૂતો લાભ લેવા તૈયાર થયા હતા.મુલાકાત દરમિયાન પ્રગતિશીલ ખેડૂત પિયુષભાઈ ચૌધરી અને ગણેશભાઈ ચૌધરીએ પ્રધાનમંત્રીની ખેડૂતોની આવક બમણી કરવાની વિભાવનાને વ્યક્ત કરી પશુપાલન થકી આર્થિક ઉપાર્જનમાં વધારો થયાની પોતાની સફળ વાર્તાથી જિલ્લા વિકાસ અધિકારીને માહિતગાર કર્યા હતા.

દુધાળા પશુઓને સતત લીલોચારો મળી રહે તે હેતુથી 5 વીઘામાં નેપિયર ઘાસનું વાવેતર કર્યું હતું,જેની મુલાકાત જિલ્લા વિકાસ અધિકારીએ લીધી હતી પ્રાકૃતિક ખેતીના અભિગમના ભાગરૂપે તૈયાર કરેલ વર્મિ કમ્પોસ્ટ યુનિટની મુલાકાત જિલ્લા વિકાસ અધિકારીને કરાવી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ ગ્રામસેવક અમૃતભાઈ રબારી સહિત ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...