તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ઝંડાલાની યુવતીને નિકાહ કરવાની ધમકી આપી ગોખાંતરના યુવાને ઈજ્જત લેવાની કોશિશ કરી

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુવતીએ બૂમો પાડતાં તેની બહેન અને માતા દોડી આવ્યાં
 • યુવતીએ કૌટુંબિક ફોઈના દિકરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી

સાંતલપુર તાલુકાના ઝંડાલા ગામે રહેતી યુવતીને ગોખાતર ગામના કૌટુંબિક ફોઇના દિકરાઅે ઘરે અાવીને તેની સાથે નિકાહ કરવા દબાણ કર્યું હતું અને જો નિકાહ નહી કરેતો તેની ઇજજત લેવાની ધમકી અાપી હોવાની વારાહી પોલીસ મથકે ગોખાતરના યુવાન સામે ફરિયાદ નોંધાવી હતી. સાંતલપુર તાલુકાના ઝંડાલા ગામે રહેતી 27 વર્ષીય યુવતીની નાની બહેનની સાસરી ગોખાતર ગામે થતી હોઈ તેની બાજુમાં રહેતો તેના કૌટુબીક ફોઇનો દિકરો સુવાદખાન નાથાજી મલેક અવાર નવાર ઝંડાળા ગામે તેણીના ઘરે અાવતો હતો.

જે તારીખ 26/11/2020 નારોજ બપોરે ઝંડાલા ગામે અાવ્યો હતો અને યુવતીના ઘરે જઈ તારે મારી સાથે નિકાહ કરવા છે. કે નહી તેમ કહી શારિરીક અડપલાં કરી ગાળો બોલવા લાગ્યો હતો. યુવતીએ બુમો પાડતાં નજીકમાંથી તેની બહેન અને માતા દોડી અાવ્યા હતા. જ્યાં સુવાદખાનને ત્યાંથી ધક્કો મારીને કાઢી મુક્યો હતો. જ્યાં તે જતા જતા જો તુ મારી સાથે નિકાહ નહી કરે તો ઇજજત લીધા વગર તને છોડીશ નહી તેવી ધાક ધમકી અાપતાં યુવતીએ વારાહી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગોખાંતરનો યુવાન યુવતીનો કૌટુબિક ફોઈનો દિકરો થાય છે અને તેણીની નાની બહેનની સાસરી ઝંડાલા ગામે રહેતો હોઈ પરિચયમાં આવતા તે અવાર નવાર ગોખાંતર આવતો હતો અને ધમકી આપતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો